ICC Test Rankings : ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા નંબર 1, ICC ટૂંક સમયમાં કરશે જાહેરાત
ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટમાં 3-1 થી આગળ વધ્યા પછી ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટમાં નંબર વન બનવા જઈ રહી છે
ભારતીય ટીમ T20 ઈન્ટરનેશનલ અને વનડેમાં આઈસીસી ટીમ રેંકિંગમાં પહેલા સ્થાન પર છે.
Image Twitter |
ICC Men's Test Team Ranking: ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટમાં 3-1 થી આગળ વધ્યા પછી ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટમાં નંબર વન બનવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા વનડે અને T20 ઈન્ટરનેશનલમાં પહેલેથી નંબર વન પર છે. હવે રોહિત બ્રિગેડ ટેસ્ટમાં પણ નંબર-1 બનવા જઈ રહ્યો છે. ICC ગમે ત્યારે તેની જાહેરાત કરી શકે છે.
આપને જણાવી દઈએ કે ICCએ ઘણા લાંબા સમયથી ટેસ્ટ ટીમની રેન્કિંગ અપડેટ કરી નથી. જ્યારે ICC દ્વારા ફરીથી રેન્કિંગ અપડેટ કરવામાં આવશે, તો ભારત ટેસ્ટમાં પણ નંબર વન બની જશે તેવું ચોક્કસપણે માનવામાં આવે છે. હકીકતમાં ICCએ છેલ્લે 28 જાન્યુઆરી 2024ના રોજ ટેસ્ટ રેન્કિંગ અપડેટ કર્યું હતું, ત્યારે ભારતીય ટીમ બીજા સ્થાને હતી જ્યારે કાંગારૂ પહેલા નંબર વન હતી.
ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે સતત બે ટેસ્ટ જંગી અંતરથી જીતી
હવે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે સતત ત્રણ ટેસ્ટ જીતી છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે સતત બે ટેસ્ટ જંગી અંતરથી જીતી છે. આવામાં હવે ટીમ ઈન્ડિયા ટેસ્ટ ટીમ રેંકિંગમાં કંગારુઓને પછાડશે. છેલ્લા અપડેટમાં ઓસ્ટ્રેલિયાને 117 પોઈન્ટ હતા અને તે પહેલા નંબર પર હતી. જેમા ટીમ ઈન્ડિયાના પણ 117 જ પોઈન્ટ થયા હતા. હવે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝ જીત્યા પછી ભારતીય ટીમ નંબર 1 બનવાની ફાઈનલ માનવામાં આવે છે.
વનડે અને T20 ટોપ પર છે ટીમ ઈન્ડિયા
નોંધનીય છે કે, ભારતીય ટીમ T20 ઈન્ટરનેશનલ અને વનડેમાં આઈસીસી ટીમ રેંકિંગમાં પહેલા સ્થાન પર છે. જો ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા ટોપ પર આવી જાય તો, ફરી રોહિત ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બની જશે. વનડેમાં ભારતીય ટીમના 121 રેંકિંગ પોઈન્ટ છે, તો બીજા નંબર પર રહેલા ઓસ્ટ્રેલિયાના 118 રેટિંગ પોઈન્ટ છે. T20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયા બીજાથી ઘણી આગળ છે. જો કે, હાલમાં તો ICC તરફથી ટેસ્ટ રેંકિંગની અપડેટ થાય તેની રાહ જોવાની છે.