Get The App

રોહિત શર્મા બાદ કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? બુમરાહ અને પંતની સાથે આ ખેલાડી પણ રેસમાં

Updated: Dec 22nd, 2024


Google NewsGoogle News
રોહિત શર્મા બાદ કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? બુમરાહ અને પંતની સાથે આ ખેલાડી પણ રેસમાં 1 - image


Team india next odi and test captain : ટીમ ઈન્ડિયાના હાલના વનડે અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માની કેપ્ટનશિપમાં હવે પહેલા જેવો જોશ જોવા મળતો નથી. રોહિત શર્મા બેટર તરીકે પણ ખૂબ જ ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. જો ભારત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025 ની ફાઇનલમાં જગ્યા બનાવવામાં યોગ્ય નથી તો, રોહિત શર્માની ટેસ્ટ કેપ્ટનશિપ પણ બદનામ થઈ શકે છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટૂર્નામેન્ટ પણ હવે નજીકમાં એટલે કે ફેબ્રુઆરી અને માર્ચ 2025માં રમાશે.

આ પણ વાંચો : હવે શું થશે! કે. એલ. રાહુલ બાદ હવે રોહિત શર્મા પણ ઘાયલ, ચોથી ટેસ્ટ પહેલા પ્રેક્ટિસમાં ઘૂંટણમાં થઈ ઈજા

રોહિત બાદ ટીમ ઈન્ડિયાની કમાન કોણ સંભાળશે?

50 ઓવરના વર્લ્ડ કપ પછી સૌથી મોટો દરજ્જો  ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો હોય છે. જેને એક મિની વર્લ્ડ કપ પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે, ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી રોહિત શર્મા માટે ODI અને ટેસ્ટ કેપ્ટન રહેવું ખૂબ મુશ્કેલ છે. 37 વર્ષના રોહિત શર્મા માટે લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરવી શક્ય નથી. એવા ત્રણ ખેલાડીઓ છે જે રોહિત શર્માને ODI અને ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટન તરીકે રિપ્લેસ કરી શકાય છે. ચાલો આવા 3 ખેલાડીઓ પર એક નજર કરીએ:

1. ઋષભ પંત

ઋષભ પંત ભારતનો આગામી વનડે અને ટેસ્ટ કેપ્ટન બનવાનો સૌથી મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો છે. ઋષભ પંતનો વિકેટકીપર તેમજ બેટર તરીકે અદભૂત અને ઉત્તમ રેકોર્ડ ધરાવે છે. એક વિકેટકીપર મેદાન પરના કોઈપણ ખેલાડી કરતાં રમતને વધુ સમજે છે, ત્યારે રિષભ પંત વનડે અને ટેસ્ટ કેપ્ટનશિપમાં સફળ સાબિત થઈ શકે છે.

2. શુભમન ગિલ

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાઈલિશ બેટર શુભમન ગિલ ભારતનો આગામી વનડે અને ટેસ્ટ કેપ્ટન બનવાના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. 25 વર્ષનો શુભમન ગિલ તેની નીડર બેટિંગ માટે જાણીતો છે. વિરાટ કોહલીની બેટિંગની ઝલક શુભમન ગિલની બેટિંગમાં જોઈ શકાય છે. શુભમન ગિલ જે પ્રકારનો બેટર છે, તેને જોતા તે આગામી 10થી 15 વર્ષ સુધી ભારત માટે ક્રિકેટ રમી શકે છે. શુભમન ગિલનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. 

આ પણ વાંચો : 3 રાજમહેલમાં યોજાશે સમારોહ, મેવાડી સ્ટાઈલ ભોજન... દિગ્ગજ ખેલાડીના રોયલ વેડિંગમાં શું-શું ખાસ?

3. જસપ્રીત બુમરાહ

જો ભારતને નવો વનડે અને ટેસ્ટ કેપ્ટન બનાવવો હોય તો જસપ્રીત બુમરાહને પણ આ યાદીમાં મુકી શકાય છે. જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો અભિન્ન ભાગ છે. જસપ્રીત બુમરાહ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાંથી એક છે. એક કેપ્ટન તરીકે જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા માટે મોટો રોલ ભજવી શકે છે. જસપ્રીત બુમરાહ દુનિયાના કોઈપણ મેદાન પર વિકેટ લેવાની ક્ષમતા ધરાવે છે. જસપ્રીત બુમરાહે 23 જાન્યુઆરી 2016ના રોજ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. 31 વર્ષના જસપ્રીત બુમરાહે 43 ટેસ્ટ મેચમાં 194 વિકેટ લીધી છે.


Google NewsGoogle News