ટીમ ઈન્ડિયાએ બોર્ડર ગાવસ્કર ટ્રોફી 5 ખેલાડીઓને કારણે ગુમાવી, દરેક વખતે 'નાક' કપાવ્યું
India vs Australia Test Series: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચ સિડનીમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 6 વિકેટથી જીતીને સીરિઝ પર 3-1થી કબજો કરી લીધો છે. આ સીરિઝમાં ટીમ ઈન્ડિયાના પાંચ ખેલાડીઓ એવા હતા જેમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. જ્યારે પણ ટીમને આ ખેલાડીઓ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા હતી ત્યારે આ ખેલાડીઓએ દરેક વખતે નિરાશ કર્યા હતા. આ પાંચ 5 ખેલાડીઓને કારણે ટીમ ઈન્ડિયાએ બોર્ડર ગાવસ્કર ટ્રોફી ગુમાવી દીધી.
વિરાટ કોહલી
ટીમ ઈન્ડિયાના સૌથી સિનિયર ખેલાડી વિરાટ કોહલીને ભારતીય બેટિંગની મહત્વપૂર્ણ કડી માનવામાં આવે છે, પરંતુ કોહલી સીરિઝમાં ફ્લોપ રહ્યો હતો. કોહલીએ પર્થ ટેસ્ટની બીજી ઈનિંગમાં સદી ફટકારી હતી, પરંતુ ત્યારબાદ દરેક વખતે એક જ ભૂલ કરીને કોહલી આઉટ થયો હતો. પૂર્વ દિગ્ગજોએ પણ કોહલીના આ ખરાબ પ્રદર્શનની નિંદા કરી હતી, પરંતુ કોહલીએ પોતાની ભૂલમાંથી કંઈ ન શીખ્યું. કોહલીએ સિડની ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 17 રન અને બીજી ઈનિંગમાં માત્ર 6 રન બનાવ્યા હતા.
રોહિત શર્મા
કેપ્ટન રોહિત શર્મા માટે આ પ્રવાસ ઘણો ખરાબ રહ્યો છે. જેના કારણે તેણે પોતાને સિડની ટેસ્ટથી દૂર રાખવો પડ્યો હતો. રોહિત પ્રથમ મેચ રમી શક્યો ન હતો, પરંતુ બીજી મેચમાં તેણે વાપસી કરી હતી. રોહિત આખી સીરિઝમાં ફ્લોપ સાબિત થયો હતો. આ સીરિઝમાં તેણે અડધી સદી પણ નહોતી ફટકારી.
આ પણ વાંચો: વિરાટ સહિત 3 દિગ્ગજો આગામી બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમતા નહીં દેખાય! શું કરિયર ખતમ?
શુભમન ગિલ
ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન ગિલ આ સિરીઝમાં ત્રણ મેચ રમ્યો હતો, પરંતુ એક પણ મેચમાં તેણે સારું પ્રદર્શન નહોતું કર્યું. ગિલ આ સીરિઝમાં એક પણ અડધી સદી ન ફટકારી શક્યો. સિડની ટેસ્ટમાં રોહિતની જગ્યાએ ગિલને રમવાની તક મળી હતી, પરંતુ મેચની પ્રથમ ઈનિંગમાં ગિલે માત્ર 20 રન અને બીજી ઈનિંગમાં માત્ર 13 રન બનાવ્યા હતા.
કેએલ રાહુલ
કેએલ રાહુલે પર્થ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ ત્યારબાદ આગલી મેચમાં પણ રાહુલે ઓપનિંગ કર્યું હતું. રાહુલે સીરિઝની બાકીની ચાર મેચોમાં ખૂબ નિરાશ કર્યાં. સિડની ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં રાહુલે માત્ર 4 રન બનાવ્યા હતા જ્યારે બીજી ઈનિંગમાં 13 રન બનાવ્યા હતા.
મોહમ્મદ સિરાજ
આ સીરિઝમાં મોહમ્મદ સિરાજનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું રહ્યું તે પણ આ સીરિઝમાં ફ્લોપ સાબિત થયો હતો. જસપ્રીત બુમરાહ સિવાય આ સીરિઝમાં અન્ય કોઈ ફાસ્ટ બોલર પોતાની છાપ છોડી ન શક્યો. સિરાજે સિડની ટેસ્ટમાં ચોક્કસપણે સારી બોલિંગ કરી હતી પરંતુ જો આખી સિરીઝમાં તેના પ્રદર્શન પર નજર કરીએ તો તે કંઈ ખાસ નહોતું. સિરાજે સિડની ટેસ્ટમાં 4 વિકેટ લીધી હતી.