Photos: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમની જર્સી બદલાઈ, નવા લુકમાં જોવા મળશે ખેલાડીઓ
IND VS ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચોની સીરિઝની પહેલી મેચ નાગપુરમાં ગુરૂવારે (6 ફેબ્રુઆરી) રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ટીમના ખેલાડીઓ માટે સ્પેશિયલ જર્સી તૈયાર કરાવી છે. જર્સીના ખભા પર તિરંગો બનેલો છે. આ જર્સી વૂમેન્સ ક્રિકેટ ટીમને પહેલા જ મળી ચૂકી હતી. પરંતુ મેન્સ ક્રિકેટ ટીમ હવે નવી જર્સીમાં નજરે પડશે. BCCIએ ખેલાડીઓનો ફોટો પણ શેર કર્યા છે. ભારતીય ટીમ નવી જર્સી સાથે નાગપુર વનડે રમવા મેદાનમાં ઉતરશે.
ખભા પર દેશની જવાબદારી
ટીમ ઈન્ડિયાની જર્સીનો મુખ્ય રંગ બ્લૂ જ છે. પરંતુ તેને ખુબ જ ખાસ રીતે ડિઝાઈન કરાઈ છે. ખભા પર તિરંગો બનાવાયો છે. જેના ઉપરના ભાગ પર કેસરિયો અને વચ્ચે સફેદ રંગ રખાયો છે. ત્યારબાદ ખભાના નીચેના ભાગ પર લીલો રંગ રખાયો છે. બીજી તરફ આ ફેરફારથી ફેન્સ ખુશ થયા છે અને ગર્વ અનુભવી રહ્યા છે.
આ પણ વાંચો: VIDEO : 'બહુ ધીમી બેટિંગ કરે છે...' કાંગારુઓના કૅપ્ટને કોહલીની ઠેકડી ઉડાડી
આ નવી જર્સીમાં હવે ભારતીય તિરંગાના રંગોને વિશેષ રીતે દર્શાવાયા છે. આ ફેરફાર ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં એક ખાસ સંદેશ આપનાર સાબિથ થઈ શકે છે. જો કે, ભારતીય ટીમની જર્સીના આગળના અને પાછળના ભાગમાં વધુ ફેરફાર કરાયો નથી.