ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં પરેશાન ! BCCI શેર કરેલા VIDEOમાં ખેલાડીઓએ આપ્યા આવા વિચિત્ર જવાબ
Players Gave Strange Answers In Video Shared By BCCI : આગામી સમયમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારી ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમનો દરેક ખેલાડી સખત મહેનત કરી રહ્યા છે. ટીમનો ઉદ્દેશ્ય ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે હરાવવાનો હોય છે. છેલ્લી બે ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે હરાવ્યું હતું. અને હવે ટીમની નજર હેટ્રિક પર છે. આ દરમિયાન કેટલાક ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં પરેશાન પણ છે. તેમની ચિંતાનું કારણ પણ ઘણું વિચિત્ર છે. BCCIએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં કેટલાક ખેલાડીઓએ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. ઓપનર યશસ્વી જયસ્વાલે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં તે ઘણું ચાલીને પરેશાન થઈ ગયો છે.
ઘણું ચાલવું પડે છે ઓસ્ટ્રેલિયામાં
BCCIના વીડિયોમાં યશસ્વી જયસ્વાલે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં ઘણું ચાલવું પડે છે. જ્યારે આકાશદીપને પૂછવામાં આવ્યું કે તે અત્યાર સુધી કેટલું ચાલ્યો છે? જવાબ આપતા તેણે કહ્યું કે, હું ઓછામાં ઓછું 3 કિમી ચાલ્યો છું. અહીં તમને જણાવી દઈએ કે ભારતમાં ટીમના ખેલાડીઓને ચાલવાની વધુ તક નથી મળતી કારણ કે ચાહકો તેમને દરેક જગ્યાએ ઘેરી લેતા હોય છે. પરંતુ પર્થમાં એવું નથી. તેઓ ખરીદી માટે પણ બહાર જાય છે.
આ ખેલાડીએ 2 લાખ ખર્ચી નાખ્યા
આ વીડિયોમાં પૂછવામાં આવ્યું કે ખેલાડીઓએ અત્યાર સુધીમાં કેટલું ટ્રાવેલ એલાઉન્સ ખર્ચી ચૂક્યા છે. તો તેનો જવાબ અભિમન્યુ ઇશ્વરને આપતા કહ્યું હતું કે, હું ઓસ્ટ્રેલિયામાં 20-25 દિવસથી છું. અને અત્યાર સુધીમાં મેં 4 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે અંદાજે 2 લાખ રૂપિયા ખર્ચ ચૂક્યો છું.
કોની સાથે બહાર ફરવા જશે સરફરાઝ
સરફરાઝ ખાનને પૂછવામાં આવ્યું હતું કે, તે કોની સાથે બહાર ફરવા જવા ઈચ્છે છે. જેના પર તેણે કહ્યું કે હું હર્ષિત રાણા સાથે બહાર જવા માગું છું. અને તેનો ફોન હોટલમાં જ રાખવામાં આવે કારણ કે તે હંમેશા તેનો ફોનનો જ ઉપયોગ કરતો રહેતો હોય છે. હવે BCCIનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.