ICC WTC Points Table : ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી, ન્યૂઝીલેન્ડની જીતે બગાડ્યું WTC પોઈન્ટ્સ ટેબલનું ગણિત

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
ICC WTC Points Table : ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી, ન્યૂઝીલેન્ડની જીતે બગાડ્યું WTC પોઈન્ટ્સ ટેબલનું ગણિત 1 - image


ICC WTC Points Table : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ્સ ટેબલમાં એક મોટો ફેરફાર થયો છે. જેણે ભારતીય ટીમનું ટેન્શન વધારી દીધું છે. સાથે જ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે પોતાની ટોપ પોઝિશન મજબૂત કરી લીધી છે.

જોકે, આ ફેરફાર સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડની જીત બાદ થયો છે. કીવી ટીમે સાઉથ આફ્રિકા વિરૂદ્ધ 2 મેચોની ડોમેસ્ટીક ટેસ્ટ સીરિઝને 2-0થી જીતી લીધી છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડ ટીમે WTC પોઈન્ટ્સ ટેબલમાં 75 ટકા પોઈન્ટ સાથે પોતાની ટૉપ પોઝિશનને વધુ મજબુત કરી લીધી છે.

ભારત રાજકોટ ટેસ્ટ જીતીને બીજા નંબરે પહોંચશે

જ્યારે ઓસ્ટ્રેલિયા બીજા અને ભારતીય ટીમ ત્રીજા નંબરે છે. ભારતીય ટીમ 52.77 ટકા પોઈન્ટ સાથે ત્રીજા નંબરે પહોંચી ગઈ છે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ 55 ટકા પોઈન્ટ સાથે બીજા નંબરે છે. ટૉપ પર પહોંચેલ ન્યૂઝીલેન્ડના 66.66 ટકા પોઈન્ટ છે.

ICC WTC Points Table : ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી, ન્યૂઝીલેન્ડની જીતે બગાડ્યું WTC પોઈન્ટ્સ ટેબલનું ગણિત 2 - image

ભારતીય ટીમ આ સમયે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 5 મેચોની ટેસ્ટ સીરિઝનો ત્રીજો મુકાબલો રમી રહી છે. જો આ મુકાબલો ભારતીય ટીમ જેતશે તો તેને પોઈન્ટ ટેબલમાં 59.52 ટકા પોઈન્ટ થઈ જશે. જ્યારે ઓસ્ટ્રેલિયા 55 પર જ રહેશે. તેવામાં ભારતીય ટીમ આ ત્રીજી મેચ જીતીને બીજા નંબરે પહોંચી જશે, પરંતુ ટોપ પોઝિશન માટે તેમણે ખુબ મહેનત કરવી પડશે.

ન્યૂઝીલેન્ડની આ જીતથી ઈંગ્લેન્ડને ફાયદો થયો છે. તેઓ હવે 8માં નંબરથી 7માં ફૂટબોર્ડ પર આવી ગઈ છે. જ્યારે સાઉથ આફ્રિકન ટીમ 8માં નંબરે પહોંચી ગઈ છે. જોકે, શ્રીલંકા સૌથી નીચા 9માં નંબર પર છે.

ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કેવી રીતે મળે છે પોઈન્ટ?

મેચ જીતવા પર 12 પોઈન્ટ આપવામાં આવે છે. મેચ ટાઈ થવા પર 6, ડ્રો થવા પર 4 અને હારવા પર કોઈ પોઈન્ટ નથી મળતો. તો સીરિઝમાં ક્લીન સ્વીપ કરવા પર કુલ 12 પોઈન્ટ જ મળે છે. જો 5 ટેસ્ટની સીરીઝ છે, તો સીરીઝના કુલ પોઈન્ટ 60 થશે.

જ્યારે પર્સેન્ટેજ ઓફ પોઈન્ટ્સની વાત કરીએ તો મુકાબલો જીતવા પર 100, ટાઈ પર 50, ડ્રો થવા પર 33.33 ટકાના હિસાબથી પોઈન્ટ્સ મળે છે. મેચ હારવા પર કોઈ ટકાવારી પોઈન્ટ્સ નહીં મળે. પોઈન્ટ્સ ટેબલમાં ટીમોની સ્થિતિ પર્સન્ટેજ ઓફ પોઈન્ટ્સના આધાર પર જ નક્કી થાય છે. 

ટકાવારી પોઈન્ટ્સ કેવી રીતે નીકળે છે?

તેને ઉદાહરણની સાથે સમજી શકાય છે. જેને કોઈ ટીમે 6 મેચ રમી અને તેમાંથી 3 જીતી, 1 ડ્રો રહી અને 2 હાર્યા તો તેના 333.33 ટકા થશે. જેમાંથી કુલ મેચો એટલે 6નો ભાગ અપાશે, તો (333.33/6) કુલ ટકાવારી પોઈન્ટ નિકળશે.


Google NewsGoogle News