Get The App

બીજા દિવસની રમતના અંતે ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં, 164 રનમાં 5 વિકેટો પડી, ફોલોઓનનું સંકટ

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
બીજા દિવસની રમતના અંતે ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં, 164 રનમાં 5 વિકેટો પડી, ફોલોઓનનું સંકટ 1 - image

IND vs AUS, 4th Test : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝની ચોથી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરે મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થઈ હતી. આજે મેચનો બીજા દિવસની રમત પૂરી થઇ ગઈ હતી. જેમાં અત્યારે ભારતીય ટીમ બેટિંગ કરી રહી છે. હાલ રવીન્દ્ર જાડેજા અને રિષભ પંત ક્રિઝ પર છે. ભારતે બીજા દિવસની રમતના અંત સુધીમાં 164ના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. અને હવે ભારત પર ફોલોઓનનું સંકટ વધી ગયું છે. કારણ કે હાલ ભારત ઓસ્ટ્રેલીયાથી 310 રન પાછળ ચાલી રહ્યું છે.    

પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમે 474 રન બનાવ્યા

આ મેચની પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમે 474 રન કરી સંમેટાઈ ગઈ હતી. સ્ટીવ સ્મિથે 140 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. બેટિંગમાં ભારત તરફથી રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનીંગ કરવા માટે આવ્યા હતા. પરંતુ રોહિત શર્મા દિવસની બીજી ઓવરમાં કાંગારૂ કેપ્ટન પેટ કમિન્સના બોલ પર આઉટ થઇ ગયો હતો. જ્યારે કેએલ રાહુલ સારું રમી રહ્યો હતો. પરંતુ તે પણ પેટ કમિન્સના બોલ પર બોલ્ડ થઇ ગયો હતો. 

આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયન મીડિયાએ હદ વટાવી, કોહલીને જોકર ગણાવ્યો, મેલબોર્નની ઘટના પર હોબાળો

વિરાટ અને યશસ્વીએ સાથે મળીને 102 રનની ભાગીદારી કરી

આ પછી વિરાટ કોહલી અને યશસ્વીએ સાથે મળીને 102 રનની ભાગીદારી કરી હતી. પરંતુ રન કરવાનો પ્રયાસ કરતી વખતે યશસ્વી 82 રને આઉટ થઇ ગયો હતો. આ પછી સ્કોટ બોલેન્ડે પીચ પર સેટ થયેલા વિરાટ કોહલીને એલેક્સ કેરીના હાથે કેચ આઉટ કરી દીધો હતો. કોહલી અને યશસ્વી 7 માત્ર બોલમાં આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ આકાશ દીપ પણ 0 રન પર આઉટ થઇ ગયો હતો. આ રીતે યશસ્વી, કોહલી અને આકાશ દીપની વિકેટ 6 રનમાં જ પડી ગઈ હતી.બીજા દિવસની રમતના અંતે ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં, 164 રનમાં 5 વિકેટો પડી, ફોલોઓનનું સંકટ 2 - image


 


Google NewsGoogle News