સ્ટાર ફાસ્ટ બોલર આઉટ ઓફ ફોર્મ થતાં ટીમ ઈન્ડિયા ટેન્શનમાં! મેદાન પર થઇ રહી છે જોરદાર ધોલાઈ
Image: Facebook
IPL 2024: IPLની 17મી સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)નું પ્રદર્શન નબળુ રહ્યું છે. ફાફ ડુ પ્લેસિસની અધ્યક્ષતામાં આ ટીમ અત્યાર સુધીમાં છમાંથી પાંચ મેચ ગુમાવી ચૂકી છે. વર્તમાન સીઝનમાં RCBને એકમાત્ર જીત પંજાબ કિંગ્સ સામેની મેચમાં મળી હતી.
બેટિંગ યુનિટમાં વિરાટ કોહલી સિવાય અન્ય ખેલાડીઓનું પ્રદર્શન સરેરાશ રહ્યું છે. આરસીબીની બોલિંગ યુનિટ તો સંપૂર્ણ રીતે ફ્લોપ રહી છે. આરસીબીની બોલિંગ યુનિટનું સૌથી મહત્વનું અંગ ઝડપી બોલર મોહમ્મદ સિરાજ છે તેણે અત્યાર સુધીમાં જેવી બોલિંગ કરી છે તેની કોઈએ કલ્પના કરી નહીં હોય.
મોહમ્મદ સિરાજ
જમણા હાથના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે IPL 2024માં અત્યાર સુધીમાં 6 મેચમાં માત્ર 4 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 10.40 અને સરેરાશ 57.24 રહ્યો છે. IPLની ગત સીઝનમાં સિરાજે પાવર-પ્લેમાં 5.9 ના ઈકોનોમી રેટથી 10 વિકેટ લીધી હતી પરંતુ IPL 2024માં પાવર-પ્લેમાં તેનો ઈકોનોમી રેટ 12.3 રહ્યો છે. આ સીઝન પાવરપ્લેમાં સિરાજની બોલ પર 10 સિક્સર છે. આ તે સિરાજ છે જે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નવા બોલથી વિકેટ લેવા માટે જાણીતો છે. વર્તમાન IPL સીઝનમાં તેની બોલિંગ કમાલ કરી રહી નથી.
સિરાજને આરામની જરૂર!
30 વર્ષનો મોહમ્મદ સિરાજ IPLની મેચ દરમિયાન થાકેલો લાગી રહ્યો છે. તેની પાછળનું કારણ સતત ક્રિકેટ રમવી છે. સિરાજ છેલ્લા 12 મહિનાથી નોન સ્ટોપ રમી રહ્યો છે દરમિયાન તેના પ્રદર્શન પર અસર થઈ છે. સિરાજ એક ચેમ્પિયન બોલર રહ્યો છે અને RCB માટે પણ તેણે સારુ પ્રદર્શન કર્યું છે. હવે એવુ લાગી રહ્યું છે કે સિરાજને માનસિક નહીં પરંતુ શારીરિક આરામની પણ જરૂર છે કેમ કે તે ખૂબ ક્રિકેટ રમી રહ્યો છે.
મોહમ્મદ સિરાજ IPL પહેલા ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો જ્યાં તેણે ચાર મેચ રમી હતી. ઈંગ્લેન્ડ સિરીઝ પહેલા તે સાઉથ આફ્રિકા ટૂર પર ભારતીય ટીમનો ભાગ હતો. આ પહેલા સિરાજે વનડે વર્લ્ડ કપ અને એશિયા કપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
સિરાજના પ્રદર્શને ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધાર્યું
આગામી ટી20 વર્લ્ડ કપને જોતા સિરાજનું ફોર્મ ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બની ચૂક્યો છે. મોહમ્મદ શમી અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા સ્ટાર ઝડપી બોલર ઈજાગ્રસ્ત છે. દરમિયાન એ વાતની પૂર્ણ શક્યતા છે કે સિરાજ ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ હશે. સિરાજ સિવાય ફાસ્ટ બોલિંગ યુનિટમાં જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ પણ હોવાની પ્રબળ શક્યતા છે. ટી20 વર્લ્ડ કપ 2 જૂનથી 29 જૂન સુધી વેસ્ટઈન્ડિઝ અને યુએસએમાં રમાવાનો છે. ટી20 વર્લ્ડ કપ માટે 30 એપ્રિલ કે મે ના પહેલા દિવસે ભારતીય સેલેક્ટર્સની બેઠક થઈ શકે છે.
મોહમ્મદ સિરાજનો ઈન્ટરનેશનલ રેકોર્ડ
મોહમ્મદ સિરાજે ભારત માટે અત્યાર સુધી 27 ટેસ્ટ, 41 વનડે અને 10 ટી20 મેચ રમી છે. ટેસ્ટ મેચમાં સિરાજે 29.68ની એવરેજથી 74 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની ઈનિંગનું બેસ્ટ પ્રદર્શન 15 રન આપીને 6 વિકેટ રહ્યું. વનડે ઈન્ટરનેશનલમાં સિરાજના નામે 22.79 ની એવરેજથી 68 વિકેટ નોંધાઈ છે. સિરાજનું ઓડીઆઈમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 21 રન આપીને 6 વિકેટ છે. સિરાજે ટી20 ઈન્ટરનેશનલમાં કુલ 12 વિકેટ લીધી છે. IPLમાં સિરાજે આરસીબી માટે 85 વિકેટ લીધી છે.