VIDEO: ગૌતમ ગંભીરે આ ખેલાડીને ગણાવ્યો ક્રિકેટનો 'શહેનશાહ', નામ જાણી ચોંક્યા ફેન્સ
Indian Cricket Team: ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર ખૂબ જ શાંત સ્વભાવના છે. તે સામાન્ય રીતે ઓછું બોલવાનું પસંદ કરે છે. પરંતુ સોશિયલ મીડિયા પર તે હંમેશા ચર્ચામાં રહે છે. દિલ્હી પ્રીમિયર લીગના સમાપન સમારોહમાં પહોંચેલા ગૌતમ ગંભીરે એક એવું નિવેદન આપ્યું છે જે હવે સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યું છે. આ નિવેદનમાં તેણે ક્રિકેટના શહેનશાહ, બાદશાહ અને ટાઈગર કોણ છે? સવાલનો જવાબ આપ્યો છે. તેનું આ નિવેદન લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે.
કોહલીને ક્રિકેટનો 'શહેનશાહ' ગણાવ્યો
ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરને ટીવી પ્રેજન્ટર શેફાલી બગ્ગાએ વિવિધ ક્રિકેટરોને તેમના રમતગમતના યોગદાન અને વ્યક્તિત્વના આધારે ટાઈટલ આપવા માટે કહ્યું હતું. તેમાં જ્યારે ગૌતમ ગંભીરને પૂછવામાં આવ્યું કે તમે ક્રિકેટના 'શહેનશાહ'નું ટાઈટલ કોને આપશો? તો તેના જવાબમાં ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીનું નામ લીધું હતું. તેણે કોહલીને ક્રિકેટનો 'શહેનશાહ' ગણાવ્યો છે.
ગંભીરના આ જવાબથી ચાહકો દંગ રહી ગયા છે.
ગંભીરના આ જવાબથી ચાહકો દંગ રહી ગયા છે. કારણ કે, ભારતીય ટીમના નવા કોચ ગૌતમ ગંભીર અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચેના મતભેદથી બધા પરિચિત છે.
યુવરાજ અને ગાંગુલીને પણ આપ્યું ટાઈટલ
વિરાટ કોહલીને શહેનશાહનું ટાઈટલ આપ્યા બાદ જ્યારે ગૌતમ ગંભીરને બાદશાહ અને ટાઈગરનું ટાઈટલ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર યુવરાજ સિંહને ક્રિકેટના બાદશાહ અને ટીમ ઈન્ડિયાના દિગ્ગજ કેપ્ટન સૌરવ ગાંગુલીને ટાઈગરનું ટાઈટલ આપ્યું હતું. આ સાથે જ ગંભીરે ખુદને એન્ગ્રી યંગ મેનનું ટાઈટલ આપ્યું હતું.