WTC ફાઈનલમાં પહોંચવા ટીમ ઈન્ડિયાએ આટલી મેચો જીતવી પડશે, નહીંતર થઈ જશે બહાર
World Test Championship : ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરિઝમાં સરળતાથી જીત મેળવશે તેમાં કોઈ શંકા નથી, પરંતુ કાનપુરમાં અમને જે રીતે જીત મળી તે વિશે અમે વિચાર્યું પણ ન હતું. બે દિવસની રમત વરસાદના કારણે ભારતે છેલ્લા બે દિવસમાં મેચ એકતરફી જીતી લીધી હતી. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં જીત બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતનો દાવો વધુ મજબૂત થઈ ગયો છે. પરંતુ હવે ટીમ ઈન્ડિયા વધુ કેટલી મેચ રમશે અને ફાઈનલની ટિકિટ કેવી રીતે કન્ફર્મ થશે તે જાણવાનું રહ્યું.
ટીમ ઈન્ડિયા સતત ત્રીજી વખત ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવવા આગળ વધી રહી છે. ભારત આ વખતે પણ ફાઈનલ રમશે તે લગભગ પાક્કુ જ છે. ટીમ ઈન્ડિયાએ આવનારા કેટલાક મહિનામાં ઘરઆંગણે અને પછી વિદેશમાં ટેસ્ટ સીરિઝ રમવાની છે. બાંગ્લાદેશને 2-0થી હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા આ મહિને ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે રમશે. આ સીરિઝનું પરિણામ ફાઈનલની રેસમાં ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી દેશે.
ભારતની કેટલી મેચ બાકી છે?
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે હજુ 8 વધુ મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સાથે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ રમશે. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાએ 5 મેચની સીરિઝ રમવાની રહેશે. આ મહિને ન્યુઝીલેન્ડ સાથે બે મેચ રમાશે જ્યારે એક ટેસ્ટ આવતા મહિનાના પહેલા અઠવાડિયામાં રમાશે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી નવેમ્બરના એન્ડમાં જ ઓસ્ટ્રેલિયા સામે શરૂ થશે.
તો જ ભારત ફાઈનલમાં સ્થાન મેળવવામાં સફળ રહેશે
જો ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે સીરિઝ 2-1થી જીતે છે અથવા 1-0થી જીતે છે. તો મામલો ગડબડ થઈ જશે. ભારતે છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2-1થી જીત મેળવી હતી. જો ફરીથી આવું થશે તો ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા સીરિઝના પરિણામની રાહ જોવી પડશે. જો ઓસ્ટ્રેલિયા ભારતને સીરિઝમાં હરાવ્યું અને ભારત પણ ન્યૂઝીલેન્ડ સામે સીરિઝ હારી જશે, તો શ્રીલંકા દક્ષિણ આફ્રિકાને હરાવશે તો જ ફાઈનલમાં સ્થાન મેળવવામાં સફળ રહેશે.