ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વેને પાંચમી T-20માં 42 રનથી હરાવીને 4-1થી શ્રેણી જીતી લીધી

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
Fifth T20 Cricket Match Between India And Zimbabwe


India Vs Zimbabwe 5th Match Highlights: પ્લેયર ઓફ ધ મેચ દુબેએ 12 બોલમાં 26 રન ફટકાર્યા બાદ બે વિકેટ ઝડપીને ઓલરાઉન્ડ દેખાવ કરતાં ભારતે સિરીઝની પાંચમી અને આખરી ટી-20માં ઝિમ્બાબ્વેને 42 રનથી પરાજય આપ્યો હતો. 

પાંચ ટી-20ની શ્રેણી 4-1થી જીતી લીધી હતી

આ સાથે ગીલના નેતૃત્વ હેઠળના યુવા સિતારાઓએ પાંચ ટી-20ની સિરીઝ 4-1થી જીતી લીધી હતી. સેમસને 45 બોલમાં 58 રન ફટકારતાં ભારતે છ વિકેટે 197 ૨નનો સ્કોર કર્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વે 18.3 ઓવરમાં 125 રનમાં જ ખખડી ગયું હતુ. મુકેશ કુમારે 22 રનમાં ચાર બેટ્સમેનને આઉટ કર્યા હતા.

સુંદરને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો

વોશિંગ્ટન સુંદરને શ્રેણીમાં 28 રન ફટકારવાની સાથે 8 વિકેટ ઝડપવા બદલ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને ભારતને બેટિંગમાં ઉતાર્યું હતુ. માત્ર 40માં 3 વિકેટ ગુમાવ્યા બાદ સેમસને (58) પરાગ (22) સાથે 65 તેમજ દુબે (26) સાથે 30 રન જોડતા ટીમને 6 વિકેટે 167 સુધી પહોંચાડ્યું હતુ. 

સંજુ-શિવમે છેલ્લી મેચમાં જોરદાર બેટિંગ કરી 

સિરીઝની છેલ્લી મેચમાં ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. એક સમયે ટીમે માત્ર 40 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સંજુ સેમસન અને રિયાન પરાગે 56 બોલમાં 65 રનની ભાગીદારી કરી અને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી.

સંજુએ 45 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 4 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. જ્યારે રિયાને 22 રન બનાવ્યા હતા. અંતમાં શિવમ દુબેએ 12 બોલમાં 22 રન બનાવ્યા હતા. બીજી તરફ ઝિમ્બાબ્વે તરફથી બ્લેસિંગ મુઝારાબાનીએ શાનદાર બોલિંગ કરી અને 2 વિકેટ લીધી. કેપ્ટન સિકંદર રઝા, રિચર્ડ નગારવા અને બ્રેન્ડન માવુતાને 1-1 સફળતા મળી હતી.

બેટ્સમેન બાદ બોલરોએ પોતાની તાકાત બતાવી

ભારતે છેલ્લી છ ઓવરમાં 62 રન ફટકાર્યા હતા. ભારતીય બોલિંગ સામે ઝિમ્બાબ્વે ઝુકી ગયું હતુ. માર્સે 34 અને મારૂમાની-અક્રમે 27-27 રન કર્યા હતા. મુકેશે ચાર અને દુબેએ બે વિકેટ ઝડપી હતી. અગાઉ પ્રથમ ટી-20 ઝિમ્બાબ્વે જીત્યું હતુ. જે પછી ચારેય મેચ ભારતના નામે રહી હતી.

ભારતીય ટીમે વિદેશી ધરતી પર ઈતિહાસ રચ્યો 

ઝિમ્બાબ્વેને હરાવવાની સાથે, ભારતીય ટીમ હવે વિદેશમાં સૌથી વધુ 51 ટી-20 મેચ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતીય ટીમે અત્યાર સુધી વિદેશની ધરતી પર 82 ટી-20 મેચ રમી છે, જેમાંથી તેણે 51 મેચ જીતી છે અને 27 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 3 મેચ ટાઈ રહી છે અને એકનું કોઈ પરિણામ આવ્યું નથી. 

આ પણ વાંચો: 'લોકો ભૂલી ગયા કે મેં રોહિત શર્માને...', ટીમ ઈન્ડિયાના 'દાદા' એ આપ્યો ટીકાકારોને જડબાતોડ જવાબ

ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વેને પાંચમી T-20માં 42 રનથી હરાવીને 4-1થી શ્રેણી જીતી લીધી 2 - image


Google NewsGoogle News