ટીમ ઇન્ડિયાએ ક્રિકેટમાં પાકિસ્તાનને હરાવી કરોડો ભારતીયોના દિલ જીતી લીધા

૧૯૧ રનનો સ્કોર ભારતની ટીમે ૩ વિકેટ આસાનીથી પાર પાડયો

ભારતે વિશ્વકપમાં પાકિસ્તાન સામે અજેય રહેવાનો રેકોર્ડ જાળવ્યો

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
ટીમ ઇન્ડિયાએ ક્રિકેટમાં પાકિસ્તાનને  હરાવી કરોડો ભારતીયોના દિલ જીતી લીધા 1 - image


અમદાવાદ,૧૪ ઓકટોબર,૨૦૨૩, શનિવાર 

ક્રિકેટ વિશ્વકપ ૨૦૨૩માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો અમદાવાદ ખાતે યોજાયો હતો. જેમાં ભારતે પાકિસ્તાનને ૭ વિકેટથી સજજડ પરાજય આપીને વિશ્વકપમાં પાકિસ્તાન સામે અજેય રહેવાનો રેકોર્ડ જાળવી રાખ્યો હતો. ક્રિકેટનો વિશ્વકપ ૧૯૭૫ થી યોજાય છે પરંતુ ભારત અને પાકિસ્તાન ૧૯૯૨ના વિશ્વકપમાં પ્રથમ વાર ટકરાયા હતા. ૧૯૯૨ થી માંડીને ૨૦૨૩ સુધીમાં બંને દેશો વચ્ચે વિશ્વકપમાં કુલ ૮ મુકાબલા થયા છે. તમામમાં ભારતે જીત મેળવવાનો સિલસિલો ચાલુ રહયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ૧.૨૫ લાખ પ્રેક્ષકોની હાજરીમાં બપોરે ૨ વાગે મેચનો પ્રારંભ થયો હતો.

ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લેતા પાકિસ્તાનની ટીમ ૧૯૧ રનમાં ઓલ આઉટ થઇ હતી. બુમરાહ, સિરાજ, જાડેજા અને હાર્દિક અને સ્પીનર કુલદિપ યાદવે ઉત્કૃષ્ટ બોલિંગનું પ્રદર્શન કર્યુ હતું, સિરાજે પાકિસ્તાનના અબ્દૂલા શફીકને આઉટ કરીને ભારતને પહેલી સફળતા અપાવી હતી. પાકિસ્તાનના ઓપનરોએ સુંદર શરુઆત અપાવી હતી, શરુઆતની ૩ ઓવરમાં પાકિસ્તાની બેટસમેન હાવી રહયા હતી. સિરાજની એક ઓવરમાં ઇમામે ૩ ચોકા માર્યા હતા.

ટીમ ઇન્ડિયાએ ક્રિકેટમાં પાકિસ્તાનને  હરાવી કરોડો ભારતીયોના દિલ જીતી લીધા 2 - image

જો કે મીડલ ઓર્ડર ધરાશયી થતા પાકિસ્તાનની ટીમ પુરી ૫૦ ઓવર પણ રમી શકી ન હતી. એક સમયે ૨૮૦ થી ૩૦૦ રન ચેસનું લક્ષ્યાંક મળશે એવું માનવામાં આવતું તેના સ્થાન ૨૦૦ રનથી પણ ઓછા (૧૯૧ રન) નો સ્કોર ચેસ કરવામાં ભારતની ટીમને કયાંય અવરોધ જણાયો ન હતો. ખાસ કરીને રોહિત શર્માએ ૨૦ ક્રિકેટના અંદાજમાં સમયાંતરે છગ્ગા ફટકારીને વિજયને સાવ આસાન બનાવી દીધો હતો. રોહિત શર્માએ સૌથી વધુ ૮૨ રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયર વિજયી બાઉન્ડી સાથે અણનમ ૫૩ રન કર્યા હતા. 

ભારત અને પાકિસ્તાન વચ્ચે એક હાઇ વોલ્ટેજ મુકાબલો યોજાશે એમ ક્રિકેટ ચાહકો માનતા તેના સ્થાને પાકિસ્તાનની ટીમ બેટિંગ બાદ બોલિંગમાં પણ સાધારણ જણાઇ હતી. શ્રીલંકા સામે સૌથી વધુ રન ચેસ કરીને રેકોર્ડ વિજય મેળવનારી પાકિસ્તાનની ટીમ ભારત સામે દબાણ હેઠળ જણાતી હતી. ભારતને પરંપરાગત સ્પર્ધક પાકિસ્તાન સામે વિજય મળતા કરોડો ચાહકોએ ફટાકડા ફોડીને મીઠાઇઓ વહેંચીને ઉત્સવ મનાવ્યો હતો. આ સાથે જ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને કરોડો ભારતીયો અને ક્રિકેટ ચાહકોના દિલ જતી લીધા છે.



Google NewsGoogle News