Get The App

ગિલ અને પંડ્યા સિવાય આ 5 ખેલાડીઓ પણ કેપ્ટન બનવાની રેસમાં: જાણો કોનો રેકૉર્ડ છે સૌથી સારો

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
ગિલ અને પંડ્યા સિવાય આ 5 ખેલાડીઓ પણ કેપ્ટન બનવાની રેસમાં: જાણો કોનો રેકૉર્ડ છે સૌથી સારો 1 - image


T20 વર્લ્ડ કપ 2024માં ટાઈટલ જીતવાની ખુશી વચ્ચે રોહિત-કોહલીએ T20 ઈન્ટરનેશનલમાં એક દાયકાથી વધુની કારકિર્દી પર બ્રેક લગાવી દીધો છે. રોહિતની નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયા ટૂંકા ફોર્મેટમાં કેપ્ટનશીપની શોધમાં છે. જેના માટે હાર્દિક પંડ્યા અને શુભમન ગિલના નામ ચર્ચામાં છે. પરંતુ આ બે ખેલાડીઓ સિવાય અન્ય ત્રણ ખેલાડીઓ એવા છે જેમની કેપ્ટનશિપના આંકડા શાનદાર છે અને તેઓ હજુ પણ રેસમાં છે.

ટીમ ઈન્ડિયાનો યુવા બેટ્સમેન શુભમન ગિલ પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરવા માટે તૈયાર છે. તેને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમની કમાન સોંપવામાં આવી છે. IPL 2024માં શુભમન ગીલે ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ કર્યું હતું, જેમાં 12 મેચમાં ટીમ 7 મેચ હારી હતી અને 5 મેચ જીતી હતી. ઝિમ્બાબ્વે શ્રેણીમાં સુકાની તરીકે શુભમન ગિલ માટે સુવર્ણ તક હશે.

જસપ્રિત બુમરાહ

ટીમ ઈન્ડિયાના અનુભવી બોલર જસપ્રિત બુમરાહનું નામ પણ કેપ્ટનશિપ માટે ચાલી રહ્યું છે. તેમની કેપ્ટનશીપમાં ભારતે 2 T20 મેચ રમી અને બંનેમાં જીત મેળવી હતી. ટી20 વર્લ્ડ કપમાં હાર્દિક, સૂર્યા, પંત અને બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું છે. 20 જુલાઇ પહેલા નવા કેપ્ટનની જાહેરાત થવાની છે, બીસીસીઆઇ કોના પર દાવ રમે છે તે જોવું રસપ્રદ રહેશે.

હાર્દિક પંડ્યા

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ રેસમાં સૌથી આગળ જોવા મળી રહ્યો છે. વાઇસ કેપ્ટન પંડ્યાએ 16 T20 મેચોમાં ટીમની કમાન સંભાળી છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 10 મેચ જીતી છે જ્યારે 5માં હારનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ BCCI સેક્રેટરી જય શાહ પણ હાર્દિકના પ્રદર્શનથી ઘણા ખુશ છે.

ઋષભ પંત

ટીમનો યુવા બેટ્સમેન ઋષભ પંત પણ રેસમાં છે. T20માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ પણ કરી છે. પંતને IPLમાં કેપ્ટનશિપનો સારો અનુભવ છે. તેણે પોતાની કેપ્ટન્સીથી બધાને પ્રભાવિત કર્યા અને પંતે યુવા બેટ્સમેનના નેતૃત્વમાં ભારતે 5 ટી20 મેચ રમી જેમાં તેણે 2 મેચ જીતી અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 

સૂર્યકુમાર યાદવ 

T20 કિંગ સૂર્યા ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ પણ કરી ચૂક્યા છે. આ ખેલાડીએ 7 મેચમાં ટીમની કેપ્ટનશિપ કરી છે અને તે ઘણો અનુભવી પણ છે. સૂર્યાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ 7 T20 મેચ રમી, જેમાંથી ટીમે 5 મેચ જીતી જ્યારે બે વખત હારનો સામનો કરવો પડ્યો હતો. 



Google NewsGoogle News