3 ટીમ, 1 સ્પૉટ.... WTC ફાઈનલ 2025માં ક્વૉલિફાઈ કરવાનું સપનું નથી તૂટ્યું, જાણો સમીકરણ
Image Source: Twitter
Team India WTC Final 2025 Equation: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ હતી. આજે આ મેચનો પાંચમો અને છેલ્લો દિવસ છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયા 155 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. હવે સીરિઝની એક જ ટેસ્ટ બાકી છે. મેલબર્ન ટેસ્ટમાં હાર્યા બાદ પણ ભારતનું WTC Final 2025માં પહોંચવાનું સપનું હજું તૂટ્યું નથી. ચાલો જાણીએ WTCની ફાઈનલમાં પહોંચવાનું ભારતનું આખું સમીકરણ.
WTC Final 2025 માટે કેવી રીતે હજુ પણ ક્વૉલિફાઈ કરી શકે છે ભારત?
- ભારતીય ટીમને WTC ફાઈનલ 2025માં પહોંચવા માટે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની છેલ્લી ટેસ્ટ જે સિડનીમાં રમાશે તે કોઈપણ ભોગે જીતવી પડશે. જો કે, માત્ર તે મેચ જીતવાથી ભારત WTC ફાઈનલમાં ક્વૉલિફાઈ નહીં કરી શકશે. ભારતે WTC ફાઈનલમાં પહોંચવા માટે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે. જો શ્રીલંકાની ટીમ આગામી સીરિઝમાં ઓસ્ટ્રેલિયાને હરાવી દેશે તો તેની જીતની ટકાવારી ભારત કરતા ઓછી થઈ જશે.
- તમને જણાવી દઈએ કે ભારત WTC ફાઈનલમાં ત્યારે જ પહોંચી શકશે જ્યારે શ્રીલંકાની ટીમ ઓસ્ટ્રેલિયા સામે 1-0થી સીરિઝ જીતે અથવા 0-0થી ડ્રો કરે. આ રીતે ભારત ચક્રમાં વધુ સીરિઝ જીતવાના આધાર પર તેનાથી આગળ રહેશે, પરંતુ જો શ્રીલંકા 2-0થી સીરિઝ જીતે તો તે ભારતથી આગળ થઈ જશે.
- જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ 1-2થી હારી જશે તો તે 51.75 ટકા પોઈન્ટ સાથે WTC ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે.
આ પણ વાંચો: IND vs AUS : મેલબર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 184 રને વિજય, જયસ્વાલ સિવાય તમામ બેટર ફ્લોપ
ઓસ્ટ્રેલિયાએ ભારતને 184 રનથી હરાવ્યું
ઓસ્ટ્રેલિયન ટીમે ચોથી ટેસ્ટ મેચમાં ભારતને 184 રને હરાવ્યું અને સીરિઝમાં 2-1ની લીડ હાંસલ કરી લીધી છે. મેલબર્ન ટેસ્ટમાં ભારતને જીત માટે 340 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરતા ભારતીય ટીમ 155 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ અને કાંગારૂ ટીમનો વિજય થયો હતો. આ મેચમાં મળેલી હાર બાદ ભારતને WTC ફાઈનલની રેસમાં નુકસાન થયું છે. ભારત WTC પોઈન્ટ ટેબલમાં 52.78 જીતની ટકાવારી સાથે ત્રીજા સ્થાને છે. આ મેચ પહેલા ભારતનો PCT 55.88 હતો જ્યારે ઓસ્ટ્રેલિયાનો PCT 58.89 થી વધીને 61.46 થઈ ગયો.