Get The App

ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, અધવચ્ચે મેચ છોડી બુમરાહને સ્ટેડિયમ બહાર લઈ જવાયો, ઈન્જરીનો ખતરો

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
Jasprit Bumrah Injury


Jasprit Bumrah Injury: ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 5મી ટેસ્ટ મેચ રમી રહી છે. આ સીરીઝની 5મી ટેસ્ટ મેચની વચ્ચે ભારતીય ટીમ અને ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા હજુ પણ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી હતી ત્યાં જ જસપ્રિત બુમરાહને અચાનક મેદાન છોડવું પડ્યું. તેને મેદાન છોડતો જોઈને દરેક ચાહકોના ધબકારા વધી ગયા. જસપ્રીત બુમરાહ આ સિરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે સૌથી સફળ બોલર રહ્યો છે. મેદાન છોડ્યા બાદ બુમરાહ ટીમ ઈન્ડિયાના મેડિકલ સ્ટાફ સાથે સ્કેન માટે સ્ટેડિયમની બહાર જતો જોવા મળ્યો હતો. તેનો વીડિયો સામે આવ્યો છે. 

બુમરાહ શાનદાર ફોર્મમાં છે

ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ આ સિરીઝ દરમિયાન શાનદાર ફોર્મમાં છે. તેમની કેપ્ટન્સીથી લઈને બોલિંગ સુધી બંને શાનદાર રહ્યા છે. ટીમ ઈન્ડિયાને આ સમયે બુમરાહની જરૂર છે. આ સિરીઝમાં બુમરાહનું પ્રદર્શન અન્ય તમામ ખેલાડીઓ કરતા ઘણું સારું રહ્યું છે. તેણે આ સિરીઝમાં કુલ 32 વિકેટ લીધી છે. જે સૌથી વધુ છે. તો સામે ઓસ્ટ્રેલિયા તરફથી કોઈ બોલરે આવું પ્રદર્શન કર્યું નથી. આ સિવાય બુમરાહ આ મેચમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પણ છે. હવે બુમરાહને ઇન્જરી થતા ટીમ ઈન્ડિયા માટે આ બેવડો ઝટકો છે.

બુમરાહની જગ્યાએ કોહલી કેપ્ટન બન્યો

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં નથી રમી રહ્યો. આવી સ્થિતિમાં ટીમના વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહને 5મી મેચમાં કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી હતી. બુમરાહના ગયા બાદ ટીમ પાસે એવો કોઈ વિકલ્પ નહોતો કે જે મેદાન પર ટીમની કેપ્ટનશીપ કરી શકે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી કેપ્ટનની જવાબદારી સંભાળી રહ્યો છે. જ્યાં સુધી બુમરાહ મેદાનમાં પાછો નહીં આવે. ત્યાં સુધી વિરાટ કોહલી જ કેપ્ટનશીપ કરશે. બુમરાહને કઈ પ્રકારની ઈજા થઈ છે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, અધવચ્ચે મેચ છોડી બુમરાહને સ્ટેડિયમ બહાર લઈ જવાયો, ઈન્જરીનો ખતરો 2 - image


Google NewsGoogle News