મુંબઈમાં હજારો ક્રિકેટ પ્રેમીઓની હાજરીમાં ટીમ ઈન્ડિયાની બસ પરેડ, જુઓ કેવી તડામાર તૈયારી

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
 t20 world cup champions bus parade


ભારતની વર્લ્ડકપ વિજેતા ટીમ ટ્રોફી સાથે વતન પરત આવી ગઈ છે. દિલ્હીમાં વડાપ્રધાનને મળ્યા બાદ હવે T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ મુંબઈના મરીન ડ્રાઈવમાં સાંજે રોડ શો કરશે. આ માટે મુંબઈ પોલીસે ઝીણવટભરી વ્યવસ્થા કરી છે જ્યાં મોટી સંખ્યામાં ચાહકો ટીમનું આ વિજય સરઘસ જોવા માટે એકઠા થશે એવી અપેક્ષા છે. વાનખેડેમાં ઉજવણી માટે પ્રવેશ પણ ફ્રી રાખવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ટ્રાફિકના સરળ પ્રવાહ માટે ટ્રાફિક ચેતવણીઓ મોકલવામાં આવી છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઘણા સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય બ્લૂ બ્રિગેડની બસ પણ તૈયાર કરવામાં આવી છે.

કારીગરો આ બસને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે જે બ્લૂ બ્રિગેડને ટ્રોફી સાથે મુંબઈમાં ફેરવશે. સાંજે 5થી 7 વાગ્યે નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી બસ પરેડ થશે. 

બીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, "નરીમાન પોઈન્ટથી ખુલ્લી બસમાં રોડ શો થશે અને બાદમાં અમે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ સાથે ખેલાડીઓ અને સ્ટાફનું સન્માન કરીશું."

ટીમે શનિવારે બીજું T20 વર્લ્ડ ટાઇટલ જીત્યું અને આ સાથે જ ICC ટ્રોફી માટે ભારતની 11 વર્ષની રાહનો અંત આવ્યો. ભારતનું અગાઉનું ICC ટાઇટલ 2013માં હતું જ્યારે તેણે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ભારતીય ટીમના સભ્યો માટે વાનખેડે ખાતે એક સન્માન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 


Google NewsGoogle News