Get The App

AUS vs IND: ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં ફેરફાર નક્કી! રોહિત અને ગિલની જગ્યાએ આ બે ખેલાડી રમશે

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
AUS vs IND: ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં ફેરફાર નક્કી! રોહિત અને ગિલની જગ્યાએ આ બે ખેલાડી રમશે 1 - image

IND Vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ પર્થમાં શરૂ થવાની છે. પ્લેઇંગ ઇલેવનમાં હવે કોને રાખવા જોઇએ, રોહિત અને ગિલની જગ્યા કયો ખેલાડી લેશે? છેલ્લા 3-4 દિવસથી દરેક ભારતીય ક્રિકેટ ચાહકોના મનમાં આ સવાલ ઉભા થઇ રહ્યા છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆતમાં ભારતીય ટીમને એક મોટા અને પડકારજનક નિર્ણય લેવો પડી શકે છે. એ સવાલ છે કે પર્થ ટેસ્ટમાં કોને બેટિંગ ઓર્ડરમાં સામેલ કરવા જોઈએ. આ માટે અલગ-અલગ સૂચનો સૂચવવામાં આવી રહ્યા છે. અને હવે એવું લાગે છે કે ટીમ મેનેજમેન્ટે નક્કી કરી લીધું છે કે બેટિંગ ઓર્ડર કેવો હશે. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ભારતીય ટીમના પહેલા પ્રેક્ટિસ સેશનથી જ આ અંગે સંકેતો દેખાઈ રહ્યા હતા.

મેચ પહેલા ભારતીય ટીમની નેટ્સ પ્રેક્ટીસ

ભારતીય ટીમની પહેલા દિવસની પ્રેક્ટિસ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. જેના કારણે નેટ્સ સેશનને અધવચ્ચે જ રોકી દેવું પડ્યું હતું. પરંતુ તે પહેલા જે કંઈ થયું તેનાથી અનેક સંકેત મળી ગયા કે પહેલી ટેસ્ટમાં ક્યાં ખેલાડી રમશે. એક અહેવાલ અનુસાર ફિલ્ડિંગ પ્રેક્ટિસ દરમિયાન જ્યારે સ્લીપ કોર્ડન બનાવવામાં આવી રહ્યું હતું. ત્યારે વિકેટકીપર રિષભ પંતની સાથે દેવદત્ત પડિક્કલ પહેલો સ્લીપ તરીકે અને વિરાટ કોહલી બીજી સ્લીપ અને કેએલ રાહુલ ત્રીજી સ્લીપ તરીકે ઉભો હતો. જ્યારે ગલીની પોઝિશન પર યશસ્વી જયસ્વાલ ઉભો હતો. અને ધ્રુવ જુરેલ વાઈડ ગલી અને પછી સિલી પોઈન્ટના સ્થાને ઉભો હતો.

આ ખેલાડી કરશે ઓપનિંગ

જેથી હવે કહેવાઈ રહ્યું છે કે આ ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. અને ફિલ્ડીંગની સ્થિતિ પણ સમાન હોઈ શકે છે. અહેવાલ અનુસાર બેટરોને અલગ-અલગ નેટમાં જોડીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં કેએલ રાહુલ પહેલી નેટમાં ઓપનર યશસ્વી જયસ્વાલ સાથે હતો. પડિક્કલ બીજી નેટમાં કોહલીની સાથે હતો. જે સંકેત આપવા માટે પૂરતો હતો કે પડિક્કલ શુભમન ગિલની જગ્યાએ ત્રીજા નંબર પર રમશે. આ સિવાય રિષભ પંત અને જુરેલ આગામી નેટ પર હતા, એટલે કે તેઓ 5 અને 6માં નંબરે બેટિંગ કરવા આવશે. 

આ પણ વાંચો : VIDEO: સરફરાઝે ભૂલ કરી તો હસતાં હસતાં જમીન પર ઢળી પડ્યો પંત, કોહલીએ ઉડાવી મજાક

શું સરફરાઝ ટીમની બહાર રહેશે?

પ્રેક્ટિસ સેશન દરમિયાન બધા બેટરોએ બોલરોની સામે લાંબા સમય સુધી બેટિંગની પ્રેક્ટિસ કરી હતી. જ્યારે સરફરાઝ ખાન અને રવીન્દ્ર જાડેજા તેની બાજુની નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. પરંતુ તેઓ મોટે ભાગે થ્રોડાઉનનો સામનો કરી રહ્યા હતા. તેમાંથી જાડેજાનું રમવું નિશ્ચિત છે. પરંતુ સરફરાઝ ટીમની બહાર રહેશે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે. જ્યારે બેકઅપ ઓપનર તરીકે ઓસ્ટ્રેલિયા લઇ જવામાં આવેલા અભિમન્યુ ઇશ્વરન દૂરથી બધું જોઈ રહ્યો હતો. માટે તેથી કહી શકાય કે તે પર્થ ટેસ્ટમાં ડેબ્યૂ કરશે નથી. પહેલી ટેસ્ટ રમવામાં હજુ 2 દિવસથી વધારે સમય બાકી છે. ત્યાએ શું ભારતીય ટીમ આ દરમિયાન કોઈ ફેરફાર કરશે? તેના પર સૌ કોઈની નજર રહશે.

AUS vs IND: ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં ફેરફાર નક્કી! રોહિત અને ગિલની જગ્યાએ આ બે ખેલાડી રમશે 2 - image


Google NewsGoogle News