T20 વર્લ્ડકપમાં 4 ખેલાડીએ ભારતનું ટેન્શન વધાર્યું, ક્યાંક ટુર્નામેન્ટ જીતવાનું સપનું અધૂરું ના રહે!
T20 World Cup 2024: T-20 વર્લ્ડકપમાં ભારતની શરૂઆત ખૂબ જ સારી રહી, જેમાં પહેલા મેચમાં ભારતે આયર્લેન્ડને તો બીજા મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ બે ટીમ સામે જીત મેળવતાની સાથે ટીમ ઇન્ડિયાનું સુપર-8માં પહોંચવાનું નક્કી જ છે. પરંતુ એક વાત એવી પણ છે કે આ મોટી જીત બાદ ટીમ ઇન્ડિયા ચાર મોટી મુસીબતમાં ફસાયેલી છે.
વિરાટની પોઝિશન અને ફોર્મ
આમ જોઈએ તો વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાની સૌથી મોટી તાકાત છે પણ હાલ તેની પોઝિશન અને ફોર્મ જોતા તે ટીમનું નબળું પાસું લાગી રહ્યો છે. વિરાટનું આઈપીએલમાં રન બનાવવા પાછળનું કારણ ત્યાની પિચ હતી. પરંતુ અમેરિકાની પિચ પર વિરાટનું બેટ નથી ચાલી રહ્યું. તેમજ તેની નિષ્ફળતાનું અન્ય એક કારણ તેની બેટિંગ પોઝિશન પણ છે. ટી-20માં વિરાટની બેટિંગ પોઝિશન નંબર3 પર છે પરંતુહાલ વિરાટ ઓપનીંગ કરી રહ્યો છે.
શિવમ દુબેનું ફોર્મ
શિવમ દુબેએ IPL 2024માં લાંબી લાંબી સિક્સર ફટકારી હતી પરંતુ T20 વર્લ્ડ કપ માટે તેનું સિલેકશન થતા જ તેનું ફોર્મ ખરાબ થઈ ગયુ હતુ. ખાસ પાકિસ્તાન સામે શિવમ દુબેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તેણે 3 રન કર્યા અ ઉપરાંત તે સિંગલ રોટેશન કરવામાં પણ નિષ્ફળ રહ્યો. જે મિડલ ઓર્ડર બેટ્સમેન માટે ચિંતાજનક છે.
સૂર્યકુમાર યાદવ પણ સમસ્યા બની રહ્યો છે
ઈજા બાદ સૂર્યકુમાર યાદવ ચાર વર્ષે IPLમાં પાછો ફર્યો. તેને સનરાઈઝ હૈદરાબાદ સામે અણનમ સદી ફટકારી હતી. પરંતુ છેલ્લી પાંચ ઇનિંગ્સમાં તે માત્ર એક જ વાર 30નો આંકડો સ્પર્શી શક્યો હતો. સ્વાભાવિક છે કે, સૂર્યકુમારનું આ ફોર્મ ટીમ ઈન્ડિયા માટે બિલકુલ સારા સમાચાર નથી. પાકિસ્તાન સામેની મેચમાં પણ તે 7 રન બનાવી શક્યો હતો
રવિન્દ્ર જાડેજાનું શું કરવું?
એમાં કોઈ શંકા નથી કે રવિન્દ્ર જાડેજા એક સારો ઓલરાઉન્ડર છે અને તે મેચ વિનર પણ છે. પરંતુ ટી-20 વર્લ્ડ કપમાં તેનું પ્રદર્શન સારું રહ્યુ નથી. જાડેજા અત્યાર સુધી ટી-20 વર્લ્ડ કપમાં રમાયેલી 10 ઇનિંગ્સમાં માત્ર 95 રન જ બનાવી શક્યો છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 100થી ઓછો છે.