500 સોનાના સિક્કા અને એક કરોડ કેશ: આર અશ્વિનનું કરાયું ખાસ સન્માન, ફેન્સ થયા ખુશ

- અશ્વિને રાજકોટમાં ત્રીજી ટેસ્ટ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ લેવાની સિદ્ધિ યાદગાર રીતે પૂર્ણ કરી

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
500 સોનાના સિક્કા અને એક કરોડ કેશ: આર અશ્વિનનું કરાયું ખાસ સન્માન, ફેન્સ થયા ખુશ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 17 માર્ચ 2024, રવિવાર

Ashwin Felicitated by TNCA: રવિચંદ્રન અશ્વિને ભારત vs ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં પોતાના શાનદાર પ્રદર્શન સાથે ખાસ કરીને રમતના સૌથી લાંબા ફોર્મેટમાં ભારતના શ્રેષ્ઠ બોલરોમાંથી એક તરીકે પોતાનો દબદબો બનાવ્યો છે જે થોડા દિવસો પહેલા જ સમાપ્ત થઈ હતી. અન્ય ઉપલબ્ધિઓ ઉપરાંત અશ્વિને રાજકોટમાં ત્રીજી ટેસ્ટ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ લેવાની ઉપલબ્ધિ યાદગાર રીતે પૂર્ણ કરી હતી. 

ધર્મશાલા ટેસ્ટ દરમિયાન રવિચંદ્રન અશ્વિને તેની 100મી ટેસ્ટ મેચ પણ રમી હતી. આ શાનદાર ઉપલબ્ધિને પૂર્ણ કરવા બદલ તેનું સમ્માન કરવા માટે તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA) એ એક કાર્યક્રમમાં અશ્વિનને 500 સોનાના સિક્કા, એક સેન્ગોલ અને ખાસ બ્લેઝરથી આપીને સન્માનિત કર્યા હતો. તેમની સિદ્ધિઓ બદલ તેમને 1 કરોડ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા.


Google NewsGoogle News