Get The App

રોહિત શર્મા બન્યા T20માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન, કોહલીની થઈ વાપસી, આ ખેલાડીઓનું પત્તુ કપાયું

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
રોહિત શર્મા બન્યા T20માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન, કોહલીની થઈ વાપસી, આ ખેલાડીઓનું પત્તુ કપાયું 1 - image


IND vs AFG : રોહિત શર્માની કેપ્ટન T20 ફોર્મેટમાં વાપસી થઈ ગઈ છે. વિરાટ કોહલી પણ ફરી એકવાર ટીમ ઈન્ડિયા માટે T20 ફોર્મેટમાં રમતો નજરે પડશે. અફઘાનિસ્તાન સામે ત્રણ મેચોની T20 સીરીઝમાં આ બંને ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે. હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે સીરીઝનો ભાગ નહીં હોય. ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ પણ સીરીઝમાં નહીં જોવા મળે. સંજૂ સેમ સન અને જિતેશ શર્માને વિકેટકીપર તરીકે મોકો મળ્યો છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી અંતિમવાર ટીમ ઈન્ડિયા માટે T20 ફોર્મેટમાં નવેમ્બર 2022માં રમતા નજરે પડ્યા હતા. લાંબા સમય બાદ આ બંને ખેલાડીઓની વાપસીથી એ અંદાજ લગાવી શકાય છે કે, વિરાટ કોહલી અને રોહિત શર્મા આ વર્ષે થનારા T20 વર્લ્ડ કપમાં પણ જોવા મળશે. એટલું જ નહીં ફરી એકવાર T20 ફોર્મેટમાં પણ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતા નજરે પડશે.

અફઘાનિસ્તાન સામે સીરીઝમાં બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ બદલાયેલો નજરે આવશે. યુજવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા અને આર.અશ્વિનને મોકો નહીં મળે. સ્પિનની જવાબદારી અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઈની પાસે છે. ફાસ્ટ બોલિંગમાં અર્શદીપ સિંહ, આવેશ ખાન અને મુકેશ કુમાર જેવા યુવા ખેલાડીઓ પર ભરોસો વ્યક્ત કરાયો છેે.

અફઘાનિસ્તાન સામે ત્રણ મેચોની T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન

ભારતીય ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વાય જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, વાય સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, આવેશ ખાન અને મુકેશ કુમાર હશે.


Google NewsGoogle News