આ જીત એક સ્વપ્ન સમાન: અફઘાનિસ્તાનની સેમીફાઇનલમાં એન્ટ્રી બાદ રાશિદ ખાને જુઓ શું કહ્યું
Afghanistan
in Semi Final : ભારતે ગઈકાલે ઓસ્ટ્રેલિયાને રોમાંચક મુકાબલામાં ધોબી
પછાડ આપ્યા બાદ અંતે બીજી ક્વોલિફાયિંગ ટીમ માટેની રેસ રસપ્રદ બની હતી. જોકે 12 કલાકની
અંદર જ આ તર્ક-વિતર્કનો અંત આવ્યો છે અને અફઘાનિસ્તાને બાંગ્લાદેશને સુપર 8ની અંતિમ
મેચમાં હરાવીને સેમીફાઈનલની સીટ કબ્જે કરી છે.
અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપમાં એક બાદ એક ઈતિહાસ રચીને સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. અફઘાનિસ્તાને મંગળવારે પૂર્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને હવે બાંગ્લાદેશને હરાવીને મેગા ઈવેન્ટની સેમીફાઈનલમાં પ્રથમ વખત જગ્યા બનાવી છે. આ જીત અને સિદ્ધિ સાથે આજે સમગ્ર દેશ રસ્તા પર ખુશીથી ઝૂમી ઉઠ્યો છે. આ સાથે હવે ભારત વિ. ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વિ. અફઘાનિસ્તાન વચ્ચે ફાઈનલ માટે જંગ ખેલાશે. જો અફઘાનિસ્તાનની સફર અહિંયા જ ખતમ થઈ જાય તો પણ ટીમ માથું ઉંચુ કરીને પોતાના દેશમાં પરત ફરશે.
રાશિદ થયો ઈમોશનલ
બાંગ્લાદેશ
સામેની જીત બાદ કેપ્ટન રાશિદ ખાન પણ ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો અને દિલ ખોલીને આ અદ્દભુત
ક્ષણ વિશે વાત કરી હતી. અફઘાન કેપ્ટને કહ્યું કે વર્લ્ડકપની સેમીફાઈનલમાં પહોંચવું
અમારા માટે સ્વપ્ન સમાન છે. એકંદરે,
અહીં પહોંચવાનું મુખ્ય કારણ અમારી આ ટૂર્નામેન્ટની શરૂઆત હતી. ન્યૂઝીલેન્ડ
સામેની હારથી અમારી અંદર આત્મવિશ્વાસ પેદા થયો હતો. મારી લાગણી વ્યક્ત કરવા માટે
મારી પાસે શબ્દો નથી.
હું
એક વાત ખાસ કહેવા માંગીશ કે એક વ્યક્તિ જેણે અમારી સેમીફાઇનલમાં પહોંચવાની આગાહી
કરી હતી તે એકમાત્ર બ્રાયન લારા હતા અને તેઓ સંપૂર્ણ રીતે સાચા સાબિત થયા છે.
રાશિદે કહ્યું કે અમે 15-20 રન પાછળ હતા. આ સ્થિતિમાં હવે માત્ર મૂડ અને મનોબળની બાબત હતી. અમને ખબર
હતી કે બાંગ્લાદેશની ટીમે સેમીફાઈનલમાં સ્થાન મેળવવા લગભગ 12
ઓવરમાં લક્ષ્ય હાંસલ કરવાનો હતો અને તેના બેટ્સમેન મોટા શોટ રમવા જશે. આ જ તકનો અમારે
લાભ લેવાનો હતો. અમારા પ્લાન પર અમારે સ્પષ્ટ હોવું જરૂરી હતુ. અમે અમારા હાથમાં હતા
તે શક્ય તમામ પ્રયાસો કર્યા. અંતે દરેક ખેલાડીએ શાનદાર પ્રદર્શન કરતા અમે સેમીફાઈનલમાં
છીએ, તેમ રાશિદે ઉમેર્યું હતુ.
એક
પ્રશ્નના જવાબમાં રાશિદે કહ્યું કે ખાસ કરીને ક્રિકેટના આ ફોર્મેટમાં અમારી બોલિંગ
ખૂબ જ મજબૂત છે. દરેક લેવલ માટે અમારી પાસે એક અલગ બોલર છે. ટૂર્નામેન્ટમાં અમે શાનદાર
શરૂઆત કરી હતી. બાંગ્લાદેશ સામે પણ વરસાદનું વિઘ્ન આવતું જતુ રહેતું હતુ પરંતુ પરંતુ
અમે માનસિક રીતે મેદાનમાં જ હતા. અમારે દસ વિકેટ લેવાની હતી અને સેમીફાઇનલમાં
પહોંચવાનો આ એકમાત્ર રસ્તો હતો અને અમને ખુશી છે કે અમે આ સફળતા હાંસલ કરી.