વતન પહોંચતા જ હોટલની બહાર સૂર્યકુમારે ભાંગડા કર્યા, VIDEO વાયરલ

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
suryakumar-yadav-did-bhangra-outside-the-hotel


Suryakumar Yadav: રોહિત શર્માના નેતૃત્વમાં વિશ્વ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ આજે એટલે કે ગુરુવારે 4 જુલાઈએ બાર્બાડોસથી દિલ્હી પહોંચી છે. ટીમની સ્વદેશ વાપસીને લઈને સર્વત્ર આનંદ છે. એવામાં ભારતીય ખેલાડીઓ પણ દેશ પરત ફર્યા બાદ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. 

સૂર્યકુમારે ભાંગડા કર્યા

ભારતીય ટીમની ચાર્ટર્ડ ફ્લાઈટ ગુરુવારે સવારે 6.10 વાગ્યે દિલ્હીના એરપોર્ટ પર લેન્ડ થયા બાદ તમામ ખેલાડીઓ હોટેલ જવા રવાના થઈ ગયા. હોટલ પહોંચ્યા બાદ ભારતીય ટીમનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટીમના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવે ભાંગડા કર્યા હતા, તેનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. 

ભારતની જીતમાં સૂર્યકુમારની મહત્ત્વની ભૂમિકા 

ભારતની જીતમાં સૂર્યકુમાર યાદવે મહત્વની ભૂમિકા ભજવી હતી. ફાઈનલમાં છેલ્લી ઓવરમાં સૂર્યકુમારે કરેલો ડેવિડ મિલરના લોંગ ઓફ પર કેચએ ભારતને ટ્રોફી જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

પીએમ મોદી સાથે કરશે મુલાકાત

આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટીમ ઈન્ડિયાની મુલાકાત થવાની છે. તેના પછી તે મુંબઈ રવાના થશે. ટીમ ઈન્ડિયા આજે મુંબઈના નરીમન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ઓપન બસમાં રોડ શો પણ કરશે. પહેલા આ કાર્યક્રમ કાલે થવાનો હતો. ખેલાડીઓને જલદી જ ફ્રી કરવા માટે આ કાર્યક્રમ આજે જ થશે. 

ટીમ ઈન્ડિયાનો આજનો કાર્યક્રમ

- ભારતીય ખેલાડીઓ સવારે લગભગ 9.30 વાગ્યે પીએમ હાઉસ જવા રવાના થશે.

- ટીમ ઈન્ડિયા સવારે 11 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદીને મળશે.

- પીએમ મોદીને મળ્યા બાદ ખેલાડીઓ ચાર્ટર્ડ ફ્લાઈટથી મુંબઈ જશે.

- મુંબઈમાં ઉતર્યા બાદ તમામ ખેલાડીઓ ઓપન બસમાં વાનખેડે સ્ટેડિયમ પહોંચશે.

- આજે સાંજે 5:00 વાગ્યાથી મરીન ડ્રાઈવ અને વાનખેડે સ્ટેડિયમ વચ્ચે વિજય પરેડ થશે.

વતન પહોંચતા જ હોટલની બહાર સૂર્યકુમારે ભાંગડા કર્યા, VIDEO વાયરલ 2 - image


Google NewsGoogle News