અમેરિકામાં ભારત-પાકિસ્તાન થશે આમને-સામને, 34000 દર્શકોની હાજરીમાં ખેલાશે હાઈવોલ્ટેજ જંગ

Updated: May 16th, 2024


Google NewsGoogle News
અમેરિકામાં ભારત-પાકિસ્તાન થશે આમને-સામને, 34000 દર્શકોની હાજરીમાં ખેલાશે હાઈવોલ્ટેજ જંગ 1 - image


T20 World Cup 2024: આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2024  પહેલી જૂનથી 29મી જૂન સુધી વેસ્ટઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. આ ટૂર્નામેન્ટની ગ્રુપ મેચમાં ભારત અને પાકિસ્તાનની મેચ પર બધાની નજર ટકેલી રહેશે. બંને દેશોની ટીમ વચ્ચે નવમી જૂને ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં મેચ રમાશે.

નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં આઠ મેચ રમાશે

આઈસીસી અને યુનાઇટેડ સ્ટેટ્સ ક્રિકેટે માહિતી આપી હતી કે નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં 34,000 દર્શકોની બેઠક ક્ષમતા છે. આ સ્ટેડિયમમાં આઠ મેચ રમાશે, જેમાંથી ભારત ત્રણ મેચ રમશે. આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન સુપ્રસિદ્ધ જમૈકન દોડવીર યુસૈન બોલ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

સ્ટેડિયમની પીચ કેવી છે?

નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમની પીચ ક્યુરેટર ડેમિયન હફની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવી છે. ડેમિયન હફ કહ્યું કે, 'પીચ બોલરોને ઘણી મદદ કરશે. આ મેદાનમાં 10 પીચ છે. ચાર મુખ્ય પીચ અને છ પ્રેક્ટિસ માટેની પીચ છે.

ભારતીય ટીમનું શેડ્યૂલ

ટીમ ઈન્ડિયાનો આયરલેન્ડ, યુએસએસ, કેનેડા અને પાકિસ્તાન સાથે ગ્રુપ-એમાં સમાવેશ કરાયો છે. ભારતની શરૂઆતની ત્રણ મેચો ન્યૂયોર્કમાં યોજાશે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે, બીજી મેચ નવમી જૂને પાકિસ્તાન સામે, ત્રીજી મેચ 12મી જૂને યૂએસએ સામે ટકરાશે. ભારતની છેલ્લી ગ્રૂપ મેચ 15મી જૂને કેનેડા સામે રમાશે.

ભારત-પાકિસ્તાન વચ્ચે જીતના આંકડા

ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારત અને પાકિસ્તાનની ટીમ 12 મેચ રમી ચુકી છે. જેમાં ભારતીય ટીમે નવ મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાને 3 મેચ જીતી છે. હવે ફરી એકવાર જ્યારે ભારત-પાકિસ્તાન મેચ થશે, ત્યારે ક્રિકેટ ચાહકો પોતપોતાની ટીમ જીતવાની આશા રાખશે.

કોને કોને મળ્યું ભારતીય ટીમમાં સ્થાન 

T20 વર્લ્ડકપ માટેની ટીમમાં રોહિત શર્માને કેપ્ટન બનાવાયો છે. જ્યારે તેની સાથે વાઈસ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને યથાવત્ રખાયો છે. બીજી બાજુ યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજનો સમાવેશ કરાયો છે. આ સાથે રિઝર્વ ખેલાડી તરીકે શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો : લોકસભા ઈલેક્શનની ગુજરાતના કોઈ ડિજિટલ પ્લેટફૉર્મમાં નથી એવી માહિતી માત્ર ગુજરાત સમાચાર પર


Google NewsGoogle News