Womens T20 World Cup: રમખાણો વચ્ચે T20 વર્લ્ડ કપ પર ખતરો, બાંગ્લાદેશમાં થઈ ચૂક્યા છે 133 મોત

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
Womens T20 World Cup


Womens T20 World Cup 2024 in Bangladesh : બાંગ્લાદેશમાં સરકારી નોકરીમાં રિઝર્વેશનને લઈને વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જેમાં બાંગ્લાદેશમાં ચાલી રહેલા દંગામાં 130થી વધુ લોકોના મોત થયાં છે. બીજી તરફ, દેશમાં ઓક્ટોબરમાં મહિલા T20 વર્લ્ડ કપ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ટૂનાર્મેન્ટના આયોજનને લઈને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ચિંતા વ્યક્ત કરી છે.

ભારતીય ટીમ 4 ઓક્ટોબરે ન્યુઝિલેન્ડ રમવાની તૈયારી

બાંગ્લાદેશમાં સરકારી નોકરીમાં આરક્ષણની માંગને લઈને વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. તેવામાં રાજધાની ઢાકામાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. જ્યારે બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી દંગા થવાથી દેશમાં અશાંતિનો માહોલ છવાયો છે. તેવામાં સ્થિતિને કાબુમાં કરવામાં માટે સેનાના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યાં છે. બીજી તરફ, ઓક્ટોબર મહિનામાં મહિલા T20 વર્લ્ડ કપ થવા જઈ રહ્યો છે, ત્યાર તેની જાહેરાત 3 ઓક્ટોબરે કરવામાં આવશે. આ સાથે 20 ઓક્ટોબરે મીરપુર અને સિલ્હેટમાં મેચ રમાશે. જેમાં ગ્રુપ Aની ભારતીય ટીમ 4 ઓક્ટોબરે ન્યુઝિલેન્ડ, 6 ઓક્ટોબરે પાકિસ્તાન, 9 ઓક્ટોબરે શ્રીલંકા અને 13 ઓક્ટેબરના દિવસે ઓસ્ટ્રેલિયા સાથે મેચ રમાશે.

બીજી તરફ,  ICC બોર્ડને લઈને પીટીઆઈએ કહ્યું કે, 'આખી દુનિયામાં સુરક્ષાની સ્થિતિ પર નજર રાખવા માટે અમારી પાસે સ્વતંત્ર એકમ છે. અમે બાંગ્લાદેશની પરિસ્થિતિ પર નજર રાખીશું

ICC ટ્રોફી જીતવાનો ભારતીય મહિલા ટીમનો ટાર્ગેટ

મહિલા T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ધૂમ મચાવી છે. આ ટીમ સૌથી વધારે 6 વખત જીત હાસલ કરી છે. જેમાં 2010, 2012, 2014, 2018, 2020 અને 2023ની મેચમાં જીત મેળવી છે. જ્યારે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝે 1-1 વખત મેચ જીતી છે. તેવામાં ભારતીય મહિલા ટીમે અત્યારે સુધીમાં T20 વર્લ્ડ કપમાં જીત મેળવી નથી. જેમાં T20 વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે 2020માં ફાઈનલ સુધી રમી હતી. બીજી તરફ, આ વખતે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય મહિલા ટીમ પહેલી વખત ICC ટ્રોફી જીતવા પ્રયત્ન કરશે.

Womens T20 World Cup: રમખાણો વચ્ચે T20 વર્લ્ડ કપ પર ખતરો, બાંગ્લાદેશમાં થઈ ચૂક્યા છે 133 મોત 2 - image


Google NewsGoogle News