Get The App

IND vs SA: દિગ્ગજ પૂર્વ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી, કઈ ટીમ લઈ જશે T20 World cup ની ટ્રોફી

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
team india t20 world cup final


IND VS SA: ICC T20 World cup માં ભારત અને દક્ષિણ (india vs south africa) આફ્રિકા વચ્ચે રમાનારી મેચને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. ભારતીય ક્રિકેટ ટીમને આ મેચમાં જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે પરંતુ સાઉથ આફ્રિકનને પણ ઓછા આંકવાની ભૂલ ન કરવી જોઈએ. આ ટુર્નામેન્ટ દરમિયાન કોમેન્ટ્રી ટીમનો ભાગ રહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેને ફાઈનલ મેચને લઈને ભવિષ્યવાણી કરી છે. સંજય માંજરેકરનું માનવું છે કે આ મેચ બંને ટીમો વચ્ચે 80 ટકા અને 20 ટકા જીતની શક્યતાઓમાં વહેંચાયેલી છે.

ICC T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી કોના નામે થશે તે રહસ્ય પરથી આજે  પડદો ઉંચકાશે. ભારત અને દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા હતા. બંને ટીમો હજુ સુધી ટુર્નામેન્ટમાં એકપણ મેચ હારી નથી.

ભારતીય સમય  સમય અનુસાર, આજે રાત્રે 8 વાગ્યે ટ્રોફી કબજે કરવાના ઈરાદા સાથે બંને ટીમો બાર્બાડોસમાં રમવા ઉતરશે. મેચ વરસાદના ઓછાયા હેઠળ છે પરંતુ એક દિવસ રિઝર્વ રખાયો હોવાથી શક્યત: પરિણામ તો આવશે જ. ભારતીય ટીમે સમગ્ર ટૂર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શન કર્યું છે જ્યારે દક્ષિણ આફ્રિકાનું પ્રદર્શન થોડા ઘણા અંશે અપ-ડાઉન રહ્યું છે. આ ટીમ અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી જ્યારે ભારતે વર્તમાન ચેમ્પિયન ઇંગ્લેન્ડને હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું.

ક્રિકેટ જગતમાં મોટું માથું ગણાતા સંજય માંજરેકરે ICC T20 વર્લ્ડ કપ ફાઈનલમાં જીતનો દાવેદાર અંગે ભવિષ્યવાણી કરી હતી. આ દિગ્ગજ ખેલાડીએ દક્ષિણ આફ્રિકાને 20 ટકા જીત માટે દાવેદાર માની છે. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ભારત અને દક્ષિણ આફ્રિકા બંને અજેય ટીમો રહી છે. 

પહેલી વખત ICC વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી આફ્રિકન ટીમ

દક્ષિણ આફ્રિકા અગાઉ 7 વખત ICC વર્લ્ડકપની (વન-ડે અને t20 બંને મળીને) સેમિફાઇનલ હારી ચૂક્યું છે. પરંતુ આ 8મી સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવીને તેઓ ફાઇનલમાં પહોંચ્યા છે. માર્કરમની કેપ્ટન્સીમાં દક્ષિણ આફ્રિકાને આશા છે કે આ વખતે તેઓ ફાઇનલ અને ટુર્નામેન્ટ બંને જીતીને ઇતિહાસ રચી બતાવશે.

ભારતની સંભવિત પ્લેઈંગ-11

રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.


Google NewsGoogle News