T20 World Cup: અફઘાનિસ્તાનની જીતથી બદલાયા સમીકરણો, સેમિફાઈનલની રેસ બની રસપ્રદ

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
AFG VS AUS MATCH  AFGHANISTAN WON

T20 World Cup, Afghanistan Team's Victory Changed The Scenario: અમેરિકા-વેસ્ટ ઈન્ડિઝ ખાતે આયોજિત  T20 વર્લ્ડકપ 2024માં સેમિ ફાઈનલમાં જગ્યા મેળવવા માટે બધી ટીમ એકબીજાને ટક્કર આપી રહી છે. આજે અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ઐતિહાસિક પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને 21 રનથી હરાવ્યું હતું. કિંગ્સટાઉનના આર્નોસ વેલ ગ્રાઉન્ડમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 149 રન બનાવવાના હતા. પરંતુ ટીમ 19.5 ઓવરમાં 127 રન જ કરી શકી હતી.

ગ્રૂપ-1નું સમીકરણ બદલાઈ ગયું

અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે મેળવેલી જીતને લીધે સુપર-8ના ગ્રૂપ-1નું સમીકરણ પૂરી રીતે બદલાઈ ગયું છે. આ ગ્રૂપની ચારેય ટીમ સેમિ ફાઈનલની રેસમાં છે. જો કે આ ગ્રૂપ માંથી કોઈ બે ટીમને જ સેમિ ફાઈનલમાં જવા મળશે. જો ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં અફઘાનિસ્તાન હારી ગયું હોત, તો ભારત અને ઓસ્ટ્રેલિયા બંને સેમિ ફાઈનલમાં પહોંચી ગયા હોત. અફઘાનિસ્તાનની જીતને લીધે બાંગ્લાદેશને પણ સેમિ ફાઈનલ માટે આશા જાગી છે.

ભારત: ભારતીય ટીમ માટે સમીકરણ સરળ છે. જો ભારતીય ટીમ આગામી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવશે તો ભારત સેમિ ફાઈનલમાં પહોચી જશે. અને જો ભારત હારી જશે તો પણ ભારતને કઈ ખાસ સમસ્યા થશે નહી. પરંતુ હારનું અંતર બહુ મોટું ન હોવું જોઈએ. ભારતની હાલની નેટ રનરેટ +2.425 છે. જો ભારત ઓસ્ટ્રેલિયા સામે મોટા અંતરથી હારી જાય અને અફઘાનિસ્તાન બાંગ્લાદેશ સામે જીતે તો ભારત વર્લ્ડકપ માંથી બહાર થઇ શકે છે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન નેટ રન રેટના આધારે ભારતથી આગળ નીકળી શકે છે.

ઓસ્ટ્રેલિયા: અફઘાનિસ્તાન સામેની મેચ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમને આગામી ભારત સાથેની મેચ જીતવી જરૂરી છે. સાથે ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ઉપર પણ નિર્ભર છે. જો બાંગ્લાદેશન તેની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને હરાવશે તો ત્રણેય ટીમના બે-બે પોઈન્ટ હશે અને નેટ રન રેટના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે. ઓસ્ટ્રેલિયાની હાલની નેટ રન રેટ +0.223 છે. 

અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાનની ટીમે સેમિ ફાઈનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશને આગળની મેચમાં હરાવવું જરૂરી છે. અને તેમને આશા રાખવી પડશે કે ભારત ઓસ્ટ્રેલિયા સામેની મેચ જીતી જાય. અને જો અફઘાનિસ્તાન મેચ હારી જાય તો તેને આશા રાખવી પડશે કે ઓસ્ટ્રેલિયા ભારત સામે મોટા અંતરથી હારી જાય. અને જો ઓસ્ટ્રેલિયા જીતશે તો અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામે મોટા અંતરથી જીતવું પડશે. અફઘાનિસ્તાનની હાલની નેટ રનરેટ -0.650 છે.

બાંગ્લાદેશ: બાંગ્લાદેશને ક્વોલિફાય થવા માટે મોટા ચમત્કારની જરૂર છે. પરંતુ તકનીકી રીતે બાંગ્લાદેશ રેસમાં છે. બાંગ્લાદેશને અફઘાનિસ્તાન સામે મોટા અંતરથી જીતવું પડશે. ઉપરાંત, આશા રાખવી પડશે  કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને પણ હરાવશે. જો કે બાંગ્લાદેશ કોઈ પણ સંજોગોમાં ભારતથી આગળ નીકળી નહી શકે. બાંગ્લાદેશની હાલની નેટ રન રેટ -2.489 છે.


Google NewsGoogle News