Get The App

શું ટી 20 વર્લ્ડકપના ફાઇનલમાં પહોંચી શકે છે અફઘાનિસ્તાન? જાણો દક્ષિણ આફ્રિકાનું પલડું કેટલું ભારે

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
Semi final Between Afghanistan And South Africa

T20 World Cup 2024, Afghanistan In Semi Final: અફઘાનિસ્તાને T20 વર્લ્ડકપ 2024માં શાનદાર પ્રદર્શન કરી ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ ટીમોને હરાવીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જેથી હવે સેમીફાઇનલ અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. જયારે ટૂર્નામેન્ટની બીજી સેમીફાઇનલ મેચમાં ભારતનો સામનો ઇંગ્લેન્ડ સામે થશે. T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમ પહેલી વખત સેમીફાઇનલમાં પહોંચી છે. જ્યારે દક્ષિણ આફ્રિકા અગાઉ બે વખત સેમીફાઇનલમાં પહોંચી ચૂક્યું છે. જો કે બંને વખત તેને સેમીફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

શું પહેલી વખતદક્ષિણ આફ્રિકા ફાઇનલમાં પહોંચશે?

T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા અત્યાર સુધીમાં ફાઈનલ મેચ રમ્યું નથી. અગાઉ દક્ષિણ આફ્રિકા 2009 અને 2014ના T20 વર્લ્ડ કપમાં સેમીફાઇનલમાં પહોચ્યું હતું. 2009માં તે પાકિસ્તાન સામે સેમીફાઇનલમાં હારી ગયું હતું. જ્યારે 2014ના વર્લ્ડ કપમાં ભારતે સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાની સફર ખતમ કરી નાખી હતી.

આ વર્લ્ડકપ દક્ષીણ આફ્રિકા માટે કેવો રહ્યો?

હાલના વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકા એક પણ મેચ હાર્યું નથી. ગ્રુપ સ્ટેજની મેચમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 6 વિકેટે, નેધરલેન્ડને 4 વિકેટે, બાંગ્લાદેશને 4 રનથી અને નેપાળને 1 રનથી હરાવ્યું હતું. જ્યારે સુપર-8માં દક્ષિણ આફ્રિકાએ અમેરિકાને 18 રનથી, ઈંગ્લેન્ડને 7 રનથી અને વેસ્ટ ઈન્ડિઝને 3 વિકેટે હરાવ્યું હતું.

અફઘાનિસ્તાનનું વર્લ્ડકપમાં પ્રદર્શન કેવું રહ્યું?

અફઘાનિસ્તાનની ટીમે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગ્રુપ સ્ટેજમાં યુગાન્ડાને 125 રને, ન્યુઝીલેન્ડને 84 રનથી અને પાપુઆ ન્યુ ગીનીને 7 વિકેટે હરાવ્યું હતું. જયારે વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમને 104 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

બંને ટીમો એકબીજા પર ભારી

અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા એકબીજા સામે T20 વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં બે વાર સામસામે આવી ચૂક્યા છે. 2010ના વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન સામે દક્ષિણ આફ્રિકાનો 59 રને વિજય થયો હતો. ત્યારબાદ 2016ના વર્લ્ડકપમાં ફરીથી દક્ષિણ આફ્રિકા 37 રને જીત્યું હતું. તે સમયે અફઘાનિસ્તાનની ટીમ નબળી માનવામાં આવતી હતી. પરંતુ આજે અફઘાનિસ્તાન કોઈપણ ટીમને હરાવવા સક્ષમ છે. આ વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશને હરાવીને તેનો પુરાવો આપ્યો છે. આ સ્થિતિમાં દક્ષિણ આફ્રિકા અફઘાનિસ્તાનને હળવાશથી નહીં લે.



Google NewsGoogle News