Get The App

T-20 વર્લ્ડ કપમાં રોહિત નહીં પણ આ બે ખેલાડી કરે ઓપનિંગ, પૂર્વ ભારતીય ઓપનરની અનોખી સલાહ

Updated: May 31st, 2024


Google NewsGoogle News
T-20 વર્લ્ડ કપમાં રોહિત નહીં પણ આ બે ખેલાડી કરે ઓપનિંગ, પૂર્વ ભારતીય ઓપનરની અનોખી સલાહ 1 - image
Image : IANS

T20 World Cup 2024: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024નો બીજી જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે ક્રિકેટ ફેન્સ આ ફટાફટ ક્રિકેટના મહાકુંભને લઈને ઉત્સાહિ છે. જો કે આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ કયા કોમ્બિનેશન સાથે રમશે તે મોટો સવાલ છે. ઓપનિંગને લઈને સસ્પેન્સ યથાવત છે. અને અગાઉ ઓપનિંગ માટે ઘણા પૂર્વ ક્રિકેટરોએ સલાહ આપી છે. ત્યારે હવે ભારતીય ટીમના પૂર્વ ઓપનર વસીમ જાફરનું નામ પણ સામેલ થયું છે. વસીમ જાફરે ઓપનિંગ માટે અનોખી સલાહ આપી છે.

ઓપનિંગ જોડી માટે એક અનોખા કોમ્બિનેશનની સલાહ આપી

ભારતીય ટીમ છેલ્લે 2007માં ધોનીની કેપ્ટનશિપ હેઠળ ચેમ્પિયન બન્યું હતું. તે બાદ હવે 17 વર્ષે ફરી ટાઈટલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ માટે સૌથી પરફેક્ટ કોમ્બિનેશન કયું હશે તે જોવાનું રહેશે. ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ પાચમી જૂને આયર્લેન્ડ સામે રમવાની છે. અગાઉ પણ ભારતની નવી ઓપનિંગ જોડી માટે સલાહ મળી છે. ત્યારે હવે પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે ભારતીય ટીમની ઓપનિંગ જોડી માટે એક અનોખા કોમ્બિનેશનની સલાહ આપી છે. 

જાફરે આપેલી સલાહ ખૂબ જ ચોંકાવનારી

આ પહેલા પણ ભારતીય ટીમના પરફેક્ટ પ્લેઇંગ ઇલેવન માટે ઘણા દિગ્ગજોએ સલાહ આપી છે, પરંતુ વસીમ જાફરે આપેલી સલાહ ખૂબ જ ચોંકાવનારી છે. જાફરે રોહિત શર્માને ઓપનિંગમાંથી હટાવીને યશસ્વી જયસ્વાલને વિરાટ કોહલી સાથે ઓપનિંગ કરવાની વાત કરી છે. આ વાતથી ક્રિકેટ ચાહકોને આશ્ચર્ય થયું છે. જો કે આ સલાહ આપતી વખતે જાફરે એ વાત પર પણ ભાર મૂક્યો છે કે આ બેસ્ટ કોમ્બિનેશન હોઈ શકે છે. 

રોહિતને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવી જોઈએ

ભારતીય ટીમના પૂર્વ ઓપનિંગ બેટર વસીમ જાફરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું છે કે 'કેપ્ટન રોહિત શર્માને ત્રીજા કે ચોથા નંબર પર બેટિંગ કરવી જોઈએ. રોહિત જેવા ખેલાડી માટે આ પોઝિશન પર બેટિંગ કરવું મુશ્કેલ નથી કારણ કે તે પહેલા પણ આ નંબર પર રમી ચૂક્યો છે. જ્યારે વિરાટ કોહલી અને યશસ્વી જયસવે ઇનિંગ્સની શરૂઆત કરવી જોઈએ. રોહિત સ્પિન ખૂબ સારી રીતે રમે છે, તેથી તે મિડલ ઓવરોમાં ઝડપી રન બનાવી શકે છે, જેનો સૂર્યકુમાર યાદવ સાથ આપી શકે છે.'

રોહિતનો નંબર 3 અને 4 પર શાનદાર રેકોર્ડ

વર્ષ 2007માં જ્યારે પ્રથમ T20 વર્લ્ડ કપ રમાયો હતો, ત્યારે રોહિત શર્માને કેટલીક મેચોમાં ફિનિશરની ભૂમિકા મળી હતી, જેમાં તેણે પાકિસ્તાન સામેની ફાઇનલ મેચમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જો આપણે T20 ઈન્ટરનેશનલમાં નંબર-3 પોઝીશન પર રોહિતના રેકોર્ડ પર નજર કરીએ તો તેણે 3 ઈનિંગમાં 63.50ની એવરેજથી 127 રન બનાવ્યા છે, જ્યારે નંબર-4 પર રોહિતે 8 ઈનિંગ્સમાં બેટિંગ કરીને કુલ 31.33ની એવરેજથી 188 રન બનાવ્યા છે, જેમાં તેણે 2 ઇનિંગ્સમાં ફિફ્ટી પણ ફટકારી છે.

T-20 વર્લ્ડ કપમાં રોહિત નહીં પણ આ બે ખેલાડી કરે ઓપનિંગ, પૂર્વ ભારતીય ઓપનરની અનોખી સલાહ 2 - image


Google NewsGoogle News