T-20 વર્લ્ડકપમાંથી પાકિસ્તાન બહાર ફેંકાયું, USA-આયરલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદ બન્યું વિલન

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
Pakistan Cricket Team


T20 World Cup 2024:  અમેરિકા અને આયરલેન્ડ વચ્ચે ફ્લોરિડામાં રમાનાર મેચ વરસાદને કારણે ધોવાઈ ગઇ છે. આ મેચ પર પહેલાથી જ સંકટના વાદળો ઘેરાઈ રહ્યા હતા. આ સાથે જ પહેલીવાર અમેરિકાએ સીધી સુપર-8માં એન્ટ્રી કરી લીધી છે અને પાકિસ્તાન, કેનેડા તથા આયરલેન્ડની ટીમ ICC T20 વર્લ્ડકપ ટુર્નામેન્ટના ગ્રૂપ સ્ટેજથી જ બહાર ફેંકાઈ ગઈ છે. 

T-20 વર્લ્ડકપમાંથી પાકિસ્તાન બહાર ફેંકાયું, USA-આયરલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદ બન્યું વિલન 2 - image

પાકિસ્તાનની હાલત દયનીય રહી 

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને ટુર્નામેન્ટની શરૂઆતમાં જ અમેરિકા સામે પરાજયનો સ્વાદ ચાખ્યો હતો અને તે જ તેને ભારી પડી ગયો. આ મેચમાં તેણે મેચ સુપરઓવરમાં હારનો સામનો કર્યો હતો. જ્યારે બીજી બાજુ ભારત સામે પણ તેની ભૂંડી હાર થઇ હતી. તે માત્ર 6 રનના અંતરથી હારી ગઇ હતી અને ટારગેટ ચેઝ નહોતી કરી શકી. 

અમેરિકા સુપર-8માં કેવી રીતે પ્રવેશ્યું? 

તમને જણાવી દઈએ કે અમેરિકાએ પાકિસ્તાન અને કેનેડાને હરાવીને 4 પોઈન્ટ મેળવી લીધા હતા. જોકે તે ભારત સામે હારી ગયું હતું. હવે વરસાદને કારણે તેની મેચ ધોવાઈ જતાં અમેરિકા અને આયરલેન્ડની  ટીમને એક-એક પોઈન્ટ મળી ગયા છે. જેના કારણે પોઈન્ટના આધારે તે સુપર-8માં પ્રવેશી ગયું છે.  

T-20 વર્લ્ડકપમાંથી પાકિસ્તાન બહાર ફેંકાયું, USA-આયરલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદ બન્યું વિલન 3 - image



Google NewsGoogle News