રોહિત શર્મા માટે માથાનો દુઃખાવો બન્યો આ ગુજરાતી ખેલાડી, હવે મેદાનમાં ઉતારી શકે છે 'બ્રહ્માસ્ત્ર'

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
રોહિત શર્મા માટે માથાનો દુઃખાવો બન્યો આ ગુજરાતી ખેલાડી, હવે મેદાનમાં ઉતારી શકે છે 'બ્રહ્માસ્ત્ર' 1 - image


Image Source: Twitter

T20 World Cup 2024 IND vs USA: T20 વર્લ્ડ કપમાં ભારતે પોતાની શરૂઆતની બંને મેચોમાં જીત હાંસલ કરી છે. આ બંને મુકાબલામાં ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. એક તરફ જ્યાં ટીમ ઈન્ડિયાના બોલરોની ચારેય બાજુ ચર્ચા થઈ રહી છે તો બીજી તરફ એર બોલર રોહિત શર્મા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આ બોલરનું આગામી મેચમાંથી પત્તુ કપાઈ શકે છે. USA સાથે થનારી મેચમાંથી કેપ્ટન રોહિત શર્મા આ ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી શકે છે. 

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા હજુ સુધી આ વર્લ્ડ કપમાં કંઈ ખાસ પ્રદર્શન નથી કરી શક્યો. તે બોલ અને બેટ બંનેથી જ સંઘર્ષ કરતો નજર આવી રહ્યો છે. જ્યારે બીજી તરફ ટીમ ઈન્ડિયા કુલદીપ યાદવને ટીમમાં તક નથી આપી શકી. કુલદીપ યાદવનું IPLમાં પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું હતું. આવી સ્થિતિમાં USA સામેની મેચમાં ટીમ મેનેજમેન્ટ રવીન્દ્ર જાડેજાને બહાર બેસાડી કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરી શકે છે. 

ખરાબ રીતે ફ્લોપ થઈ રહ્યો જાડેજા 

જો રવીન્દ્ર જાડેજાની વાત કરીએ તો તે વર્લ્ડ કપ અને IPL બંનેમાં કંઈ ખાસ પ્રદર્શન નથી કરી રહ્યો. વર્લ્ડ કપની શરૂઆતની બંને મેચોમાં જાડેજા એક પણ વિકેટ ઝડપી નથી શક્યો. પીકિસ્તાન સામે હાઈ પ્રેશર મેચમાં પણ તે ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયો હતો. બીજી તરફ જો IPLની છેલ્લી 7 મેચોની વાત કરીએ તો તેણે માત્ર 4 જ વિકેટ ઝડપી હતી તેણે IPL 2024માં માત્ર 8 વિકેટ ઝડપી હતી. 

કુલદીપ યાદવ શાનદાર ફોર્મમાં

જો કુલદીપ યાદવની વાત કરીએ તો તેનું પ્રદર્શન IPLમાં ખૂબ જ શાનદાર રહ્યું હતું. તેણે 16 વિકેટ ઝડપી હતી અને તેનો સ્ટ્રાઈક રેટ 16.13 હતો. તેણે IPLમાં એક મેચમાં 4 વિકેટ પણ ઝડપી હતી. કુલદીપ યાદવે IPL દરમિયાન મિડલ ઓવર્સમાં સૌથી વધુ વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં તે ટીમ ઈન્ડિયાની આગામી મેચોમાં એક્સ ફેક્ટર બની શકે છે.

જાડેજાની ભૂમિકા નિભાવી શકે છે અક્ષર પટેલ

જાડેજા અને અક્ષર પટેલ બંને સરખા જ ખેલાડી છે. અક્ષર પટેલે દિલ્હી માટે પણ ફિનિશરની ભૂમિકા ભજવી હતી. તેણે પાકિસ્તાન સામે 20 રનની મહત્વની ઈનિંગ રમી હતી. જો IPLમાં અક્ષર પટેલના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 29.38ની એવરેજથી 235 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તેણે 24.00ના સ્ટ્રાઈક રેટથી 11 વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં તે જાડેજાની ભૂમિકા સારી રીતે નિભાવી શકે છે.

રિસ્ટ સ્પિનર્સને મળી રહી મદદ

જો વર્લ્ડ કપની વાત કરીએ તો રિસ્ટ સ્પિનરોએ અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પા અને અફઘાનિસ્તાનના રાશિદ ખાન બંનેએ પોતાની સ્પિનનો જાદુ બતાવ્યો છે. રાશિદ ખાને ન્યુઝીલેન્ડ સામેની મેચમાં 4 વિકેટ લીધી હતી જ્યારે એડમ ઝમ્પાએ ઈંગ્લેન્ડ સામે બે વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં હવે ટીમ ઈન્ડિયા એટેકિંગ વિકલ્પ પણ અજમાવી શકે છે.


Google NewsGoogle News