T20 વર્લ્ડ કપના સુપર-8માં ઈંગ્લેન્ડની જીત, વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું, સૉલ્ટની તોફાની બેટિંગ

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
T20 World Cup 2022, England, Pakistan
Image : IANS

ENG vs WI T20 World Cup 2024 : અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં સુપર-8 રાઉન્ડ શરુ થઈ ગયો છે. જેમાં આજે બીજી મેચ ઈંગ્લેન્ડ અને યજમાન વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં  ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું છે. સૉલ્ટે ઈંગ્લેન્ડની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. 

ઈંગ્લેન્ડની જીતનો હીરો સૉલ્ટ રહ્યો

T2 વર્લ્ડ કપમાં સુપર-8નો રોમાંચ શરુ થઈ ગયો છે. જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડે બે વખતની વર્લ્ડ કપ વિજેતા વેસ્ટ ઈન્ડિઝને આઠ વિકેટે હરાવ્યું છે. ગ્રુપ સ્ટેજની ચારેય મેચ જીતનાર વેસ્ટ ઈન્ડિઝનું ઘમંડ ઈંગ્લેન્ડે તોડી નાખ્યું હતું. ઈંગ્લેન્ડની જીતનો હીરો સૉલ્ટ રહ્યો હતો. જેણે 47 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 87 રનની તોફાની ઈનિંગ રમી હતી.

ઈંગ્લેન્ડે 17.3 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કર્યો

વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની 42મી મેચ સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. ઈંગ્લેન્ડે મેચમાં એકતરફી જીત નોંધાવી હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી વેસ્ટ ઈન્ડિઝે 181 રનનો ટાર્ગેટ આપ્યો હતો, ઈંગ્લેન્ડ માત્ર 17.3 ઓવરમાં જ ટાર્ગેટને હાંસલ કરી લીધો હતો. ફિલ સૉલ્ટ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

T20 વર્લ્ડ કપના સુપર-8માં ઈંગ્લેન્ડની જીત, વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું, સૉલ્ટની તોફાની બેટિંગ 2 - image


Google NewsGoogle News