Get The App

ટી 20 વર્લ્ડકપમાં આતંકી હુમલાની ધમકી: IS ખોરાસાને વેસ્ટઈન્ડિઝને મોકલ્યો વીડિયો, એજન્સીઓ એલર્ટ

Updated: May 6th, 2024


Google NewsGoogle News
ટી 20 વર્લ્ડકપમાં આતંકી હુમલાની ધમકી: IS ખોરાસાને વેસ્ટઈન્ડિઝને મોકલ્યો વીડિયો, એજન્સીઓ એલર્ટ 1 - image


T20 World Cup 2024: આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2024  પહેલી જૂનથી 29મી જૂન સુધી વેસ્ટઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. આ વર્લ્ડ કપની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે, પરંતુ આ દરમિયાન જે સમાચાર સામે આવ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે. અહેવાલો અનુસાર,આતંકી સંગઠન IS (પ્રો-ઈસ્લામિક સ્ટેટ) ખોરાસાને T20 વર્લ્ડ કપ દરમિયાન આતંકી હુમલાની ધમકી આપી છે. ત્રિનિદાદ અને ટોબેગોના વડાપ્રધાન કીથ રાઉલીએ કહ્યું કે, 'આતંકવાદી સંગઠને વેસ્ટઈન્ડિઝ સહિત ઘણાં દેશોને વીડિયો સંદેશ મોકલ્યા છે.'

ક્રિકેટ વેસ્ટઈન્ડિઝ (CWI)એ શું કહ્યું?

અહેવાલો અનુસાર, 'પ્રો-ઇસ્લામિક સ્ટેટ (IS)એ રમતગમતના કાર્યક્રમો દરમિયાન હિંસાની ધમકી આપી છે. આઈએસ ખોરાસાનની અફઘાનિસ્તાન-પાકિસ્તાન બ્રાન્ચે એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. ક્રિકેટ વેસ્ટઈન્ડિઝ (CWI)ના સીઈઓ જોની ગ્રેવ્સે કહ્યું, 'અમે અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે ખાતરી કરીશું કે યજમાન દેશો અને શહેરો સમગ્ર વિશ્વ કપ દરમિયાન સતત દેખરેખ હેઠળ છે અને અમે કોઈપણ સંભવિત જોખમોનો સામનો કરવા તૈયાર છીએ. આ એજન્સીઓ એલર્ટ કરી દેવામાં આવી છે'

બીસીસીઆઈના વાઈસ પ્રેસિડેન્ટનું મોટું નિવેદન

આ આતંકી હુમલાની ધમકી પર બીસીસીઆઈના વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, 'જે દેશોમાં વર્લ્ડ કપ રમાય છે ત્યાંની સુરક્ષા એજન્સીઓ સુરક્ષાની જવાબદારી સંભાળે છે. અમેરિકા અને વેસ્ટઈન્ડિઝની સુરક્ષા એજન્સીઓ સાથે વાતચીત કરવામાં આવશે. અમે આસીસી પાસેથી પણ જાણીશું. ખેલાડીઓ અને દર્શકોની સુરક્ષા માટે જે પણ પગલાં ભરવાની જરૂર પડશે તે અમે લઈશું.'

કોને કોને મળ્યું ટીમમાં સ્થાન 

T20 વર્લ્ડકપ માટેની ટીમમાં રોહિત શર્માને કેપ્ટન બનાવાયો છે. જ્યારે તેની સાથે વાઈસ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને યથાવત્ રખાયો છે. બીજી બાજુ યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજનો સમાવેશ કરાયો છે. આ સાથે રિઝર્વ ખેલાડી તરીકે શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. 


Google NewsGoogle News