Get The App

T20 વર્લ્ડકપ-2024ના શેડ્યૂલની જાહેરાત, જાણો ભારત-પાકિસ્તાનની ક્યારે થશે ટક્કર

પહેલી જૂનથી શરૂ થશે T20 વર્લ્ડકપ

વર્લ્ડકપમાં 20 દેશો મચાવશે ધૂમ

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News

T20 વર્લ્ડકપ-2024ના શેડ્યૂલની જાહેરાત, જાણો ભારત-પાકિસ્તાનની ક્યારે થશે ટક્કર 1 - image

T20 World Cup 2024 Schedule : ICCએ જૂનમાં યોજાનાર T20 વર્લ્ડકપ-2024ના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. વર્લ્ડકપમાં કુલ 55 મેચો રમાશે, જે વેસ્ટઈન્ડિઝ અને યુએસએના કુલ 9 સ્ટેડિયમમાં આયોજીત કરાશે. પહેલી જૂને પ્રથમ મેચ રમાશે, જેમાં યુએસએ અને કેનેડા વચ્ચે ટક્કર થશે. જ્યારે 26 અને 27 જૂને સેમીફાઈનલ રમાશે. 29 જૂને બારબાડોસમાં ફાઈનલ મેચ રમાશે. સેમીફાઈનલ અને ફાઈનલ મેચ માટે રિઝર્વ-ડે પણ રખાયો છે.

ભારત-પાકિસ્તાનની ક્યારે રમાશે મેચ ?

ટીમ ઈન્ડિયાનો આયરલેન્ડ, યુએસએસ, કેનેડા અને પાકિસ્તાન સાથે ગ્રુપ-એમાં સમાવેશ કરાયો છે. ભારતની શરૂઆતની ત્રણ મેચો ન્યૂયોર્કમાં યોજાશે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે, બીજી મેચ 9 જૂને પાકિસ્તાન સામે, ત્રીજી મેચ 12 જૂને યૂએસએ સામે ટકરાશે. ભારતની છેલ્લી ગ્રૂપ મેચ 15 જૂને કેનેડા સામે રમાશે.

ટીમ ઈન્ડિયાનો શેડ્યૂલ

  • 05 જૂન - ભારત વિ. આયર્લેન્ડ, ન્યૂયોર્ક
  • 09 જૂન - ભારત વિ. પાકિસ્તાન, ન્યૂયોર્ક
  • 12 જૂન - ભારત વિ. યુએસએ, ન્યુયોર્ક
  • 15 જૂન - ભારત વિ. કેનેડા, ફ્લોરિડા

વર્લ્ડકપમાં 4 ગ્રુપની વિગત

  • ગ્રુપ A - ભારત, આયર્લેન્ડ, પાકિસ્તાન, યુએસએ, કેનેડા
  • ગ્રુપ B - ઓમાન, ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, 
  • ગ્રુપ C - ન્યુઝીલેન્ડ, પાપુઆન્યુગીની, અફઘાનિસ્તાન, યુગાન્ડા, વેસ્ટ ઈન્ડિઝ
  • ગ્રુપ D - દક્ષિણ આફ્રિકા, નેપાળ, નેધરલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ

T20 વર્લ્ડકપ-2024ની તમામ 55 મેચોનું શેડ્યૂલ

T20 વર્લ્ડકપ-2024ના શેડ્યૂલની જાહેરાત, જાણો ભારત-પાકિસ્તાનની ક્યારે થશે ટક્કર 2 - imageT20 વર્લ્ડકપ-2024ના શેડ્યૂલની જાહેરાત, જાણો ભારત-પાકિસ્તાનની ક્યારે થશે ટક્કર 3 - image


Google NewsGoogle News