T20 World Cup માટે ટીમ ઈન્ડિયા સ્ક્વૉડમાં આ 12 ખેલાડીનું રમવાનું નક્કી! 3 નામ IPL પછી થશે ફાઈનલ

ભારત તેની પ્રથમ મેચ 5 જૂનના રોજ આયરલેન્ડ સામે રમશે

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
T20 World Cup માટે ટીમ ઈન્ડિયા સ્ક્વૉડમાં આ 12 ખેલાડીનું રમવાનું નક્કી! 3 નામ IPL પછી થશે ફાઈનલ 1 - image
Image:File Photo

T20 World Cup 2024 : IPL 2024 પછી BCCI પસંદગીકારો ICC T20 World Cup 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરશે. વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે યોજાનાર T20 World Cup 2 જૂન, 2024થી શરૂ થશે. T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની ટીમને લઈને અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. ભારતીય ટીમની 15 સભ્યોની ટીમમાંથી લગભગ 12 ખેલાડીઓની પસંદગી પહેલાથી જ નક્કી માનવામાં આવે છે. જો કે ત્રણ ખેલાડીઓને લઈને હજુ પણ સસ્પેન્સ છે. તેમના નામ IPL 2024 પછી જાહેર થઈ શકે છે.

રોહિત શર્મા સંભાળશે ભારતીય ટીમની કમાન

BCCI સેક્રેટરીએ T20 World Cup 2024માં ભારતીય ટીમના કેપ્ટનને લઈને ઈશારા દ્વારા કહ્યું હતું કે રોહિત શર્મા T20 World Cup 2024માં પણ ભારતીય ટીમની કમાન સંભાળશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમને લઈને સસ્પેન્સ છે, જે IPL 2024 પછી સ્પષ્ટ થશે. 

બોલિંગ વિભાગ

ODI World Cup 2023માં સૌથી સફળ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી T20 World Cup 2024માં રમી શકશે નહીં. આ માહિતી BCCI દ્વારા જાહેર લેટેસ્ટ અપડેટમાં આપવામાં આવી છે. આવી સ્થિતિમાં જસપ્રીત બુમરાહ સાથે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ફાસ્ટ બોલિંગ વિભાગની જવાબદારી સંભાળશે અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ વિભાગને વધુ મજબૂત બનાવશે. જયારે સ્પિન વિભાગમાં રવિન્દ્ર જાડેજાની સાથે અક્ષર પટેલને પસંદ કરવામાં આવશે તે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. IPL 2024 પછી પેસ અને સ્પિન વિભાગમાં 1-1 એન્ટ્રી થઇ શકે છે.

બેટિંગ વિભાગ

બેટિંગ વિભાગની વાત કરીએ તો તેમાં કેપ્ટન રોહિત શર્માની સાથે યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કે.એલ રાહુલ, રિંકુ સિંહ અને શુભમન ગિલનો સમાવેશ પણ નિશ્ચિત માનવામાં આવે છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાથે અક્ષર પટેલ ભારતની બેટિંગ લાઇનઅપને વધુ મજબૂત કરશે.

T20 World Cup 2024 માટે સંભવિત 12 સભ્યોની ભારતીય ટીમ

રોહિત શર્મા (C), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, કે.એલ રાહુલ, રિંકુ સિંહ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ

T20 World Cup માટે ટીમ ઈન્ડિયા સ્ક્વૉડમાં આ 12 ખેલાડીનું રમવાનું નક્કી! 3 નામ IPL પછી થશે ફાઈનલ 2 - image


Google NewsGoogle News