6,6,6,6,6... સ્ટાર બેટરે બોલર્સનાં છોતરાં કાઢી નાખ્યાં, ટીમે 9.4 ઓવરમાં જ ટારગેટ ચેઝ કર્યો
T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપ 2024માં સુપર 8ની એક મેચમાં ઈંગ્લેન્ડ સામે અમેરિકાનો 10 વિકેટે પરાજય થયો છે. અમેરિકાની આ હાર માટે મહત્વની ભૂમિકા ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન જોસ બટલરની રહી છે. બટલરે 38 બોલમાં અણનમ 83 રન બનાવ્યા હતા. જેમાં છ ચોક્કા અને સાત છગ્ગા ફટકાર્યા હતા.
Jos buttler's 5 sixes in an over .
— Mrx56 (@brokenguy2532) June 23, 2024
🏴#USAvsEng#t20worldcup24 pic.twitter.com/S58pP7XlBg
બટલરે નવ ઓવરમાં જ હરમીત સિંહ વિરૂદ્ધ સતત પાંચ છગ્ગા ફટકાર્યા હતા. આ ઓવરમાં કુલ 32 રન ફટકાર્યા હતા. આ ઓવરમાં પ્રથમ બોલમાં ફિલ સોલ્ટે એક રન લીધો હતો. બાદમાં બટલરે સતત પાંચ છગ્ગા છટકાર્યા હતા. બોલર હરમીતનો એક બોલ વાઈડ રહ્યો હતો. અમેરિકાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. અમેરિકાએ 18.5 ઓવરમાં 115 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે 9.4 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી જીત મેળવી હતી. ફિલ સોલ્ટ પણ 25 રન પર અણનમ રહ્યા હતા.
આ ટીમ સેમીફાઈનલમાં પહોંચી
અમેરિકા પર જીત હાંસલ કરવાની સાથે ઈંગ્લેન્ડનો સેમીફાઈનલમાં પ્રવેશ થયો છે. ગ્રુપ-2માંથી સાઉથ આફ્રિકાની ટીમે પણ સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. ગ્રુપ-1માં ભારતની ટીમ સેમીફાઈનલિસ્ટમાં પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન બીજા અને ત્રીજા સ્થાને છે.