Get The App

પાકિસ્તાન સામેની મેચમાં ‘ખતરનાક’ પિચ પર રમવા ટીમ ઈન્ડિયા સજ્જ, કોહલી-રોહિતની તનતોડ પ્રેક્ટિસ

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાન સામેની મેચમાં ‘ખતરનાક’ પિચ પર રમવા ટીમ ઈન્ડિયા સજ્જ, કોહલી-રોહિતની તનતોડ પ્રેક્ટિસ 1 - image


ICC Men's T20 World Cup 2024 India vs Pakistan : ટી20 વર્લ્ડકપ-2024ના ગ્રૂપ સ્ટેજમાં આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂયોર્કમાં હાઈવોલ્ટેજ મેચ રમાશે. ભારતીય સમય મુજબ રાત્રે 8.00 કલાકે મેચ શરૂ થશે. આ મેચમાં ‘ખતરનાક’ પિચ પર સામનો કરવા ટીમ ઈન્ડિયાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મેચ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓ દમદાર પ્રેક્ટિસમાં લાગી ગયા છે. આયરલેન્ડ વિરુદ્ધ પાંચ બોલમાં એક રન બનાવનાર વિરાટ કોહલી (Virat Kohli)એ પણ પ્રેક્ટિસ કરી છે. ભારતીય કોચિંગ સ્ટાફે ન્યૂયોર્કની ‘ખતરનાક ઉછાળો’ કરતી પિચ અને પાકિસ્તાન ટીમની ધાકડ બોલિંગને ધ્યાને રાખી છ પ્રેક્ટિસ મેચોમાંથી ત્રણને રફ કરી દીધી હતી, જેના પર ભારતીય બેટરોએ પ્રેક્ટિસ કરી છે.

પાકિસ્તાનનો સામનો કરવા રોહિત-વિરાટ સજ્જ

અગાઉની મેચમાં થ્રો ડાઉનના કારણે રોહિત શર્મા (Rohit Sharma)ને અંગૂઠા પર ઈજા થઈ હતી, જોકે તેણે પણ અન્ય ભારતીય બેટ્સમેનો સાથે મળી દમદાર પ્રેક્ટિસ કરી છે. આમ નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ પર પાકિસ્તાનના ધાડક બોલિંગનો આક્રમક સામનો કરવા માટે રોહિત શર્મા અને વિરાટ કોહલી સજ્જ થઈ ગયા છે. આ પિચની ઘણા દિગ્ગજો ટીકા કરી રહ્યા છે. ભારતે પ્રથમ ગ્રૂપ મેચ આ જ પિચ પર રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે આયરલેન્ડને 96 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ત્યારબાદ રોહિત અને અન્ય ટોચના ખેલાડીઓ સમજી ગયા છે કે, ન્યૂયોર્કની પિચ પર પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ આમિર, હારિસ રઉફ અને નસીમ શાહની બોલિંગનો સામનો કરવો પડકારજનક રહેશે.

ભારતના ખેલાડીઓએ ત્રણ કલાક સુધી દમદાર પ્રેક્ટિસ કરી

ન્યૂયોર્કની પિચને ધ્યાને રાખી ભારતીય કોચિંગ સ્ટાફે છ પ્રેક્ટિસ પિચમાંથી ત્રણને રફ બનાવી પ્રેક્ટિસ કરાવી હતી. આજે સવારે દક્ષિણ આફ્રિકાની ટીમના ખેલાડીઓ આ પિચ પર પ્રેક્ટિસ કરી હતી, જોકે ઈજાના ડરના કારણે તેમના ટોચના ખેલાડીઓ કાગીસો રબાડા કે એનરિક નોર્કિયાએ પ્રેક્ટિસ કરી ન હતી. જોકે ત્યારબાદ ભારતીય ટીમે દમદાર પ્રેક્ટિસ કરી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી અને બાકીના લોકોએ ત્રણ કલાકના પ્રેક્ટિસ સેશનમાં જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ અને મોહમ્મદ સિરાજના બોલનો સામનો કર્યો હતો.




Google NewsGoogle News