Get The App

ભારત વિ. ઈંગ્લેન્ડ : શું મેચમાં વિઘ્ન બનશે વરસાદ? ચાર કલાક રિઝર્વ, જાણો કઈ ટીમ ફાયદામાં

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
ભારત વિ. ઈંગ્લેન્ડ : શું મેચમાં વિઘ્ન બનશે વરસાદ? ચાર કલાક રિઝર્વ, જાણો કઈ ટીમ ફાયદામાં 1 - image


T20 World Cup 2024, IND vs ENG Match : ટી20 વર્લ્ડકપ-2024ની સુપર-8માંથી સેમીફાઈનલમાં પહોંચવા માટે આજે ભારત અને ઈંગ્લેન્ડ ટક્કર જોવા મળશે. આ મેચ ગયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમાવાની છે, બીજીતરફ અહીં વરસાદનું વિઘ્ન પડવાના પણ એંધાણ છે. હાલ ગયાનામાં વરસાદ અટકી ગયો છે, પરંતુ મેચ વખતે વરસાદ પડવાની 75 ટકા સંભાવના છે. આ ઉપરાંત મેચ માટે કોઈ રિઝર્વ-ડે પણ રખાયો નથી.

...તો ભારત પહોંચી જશે સેમીફાઈનલમાં

સૌથી મહત્વની વાત એ છે કે, જો વરસાદ પડે અને મેચ ન રમાય તો કંઈ ટીમને ફાયદો થશે, તેની સૌકોઈ ચર્ચા કરી રહ્યા છે. ગ્રૂપ-1 અને ગ્રૂપ-2માં ટૉપર ટીમની વાત કરીએ તો ગ્રૂપ-1માં ભારતે ત્રણ મેચો જીતી હોવાથી છ પોઈન્ટ સાથે ટૉપ પર છે. ટીમ ઈન્ડિયાને નેટ રન રેટ 2.017 છે. જ્યારે ગ્રૂપ-2માં ઈંગ્લેન્ડની ટીમ ત્રણમાંથી બે મેચ જીતી છ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. તેનો નેટ રન રેટ 1.992 છે. તેથી જો વરસાદના કારણે મેચ ન રમાય તો ભારત સેમીફાઈનલમાં પહોંચી શકે છે.

મેચ માટે વધુ ચાર કલાકનો એક્સ્ટ્રા ટાઈમ

બીજીતરફ સુપર-8ની મેચો માટે રિઝર્વ-ડે પણ રખાયો નથી, તેથી મેચ ન રમાવાના કારણે ઈંગ્લેન્ડને નુકસાન થવાની સંપૂર્ણ સંભાવના છે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડના ફાયદાની વાત એ છે કે, મેચ માટે વધુ ચાર કલાકનો એક્સ્ટ્રા ટાઈમ રખાયો છે, તેથી મેચ રમાવાની અને પૂરી થવાની શક્યતાઓ પણ છે.


Google NewsGoogle News