IND vs ENG : ભારતની ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત, 2014 બાદ ટીમ ઈન્ડિયા પહોંચી વર્લ્ડ કપ ફાઈનલમાં
T20 World Cup 2024, IND vs ENG Semi Final Match LIVE : ટી20 વર્લ્ડકપની બીજી સેમિફાઈનલમાં આજે ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યાં હતાં. જેમાં ઈંગ્લેન્ડની ટીમની ખરાબ શરૂઆત થઈ હતી અને ભારતીય બોલરોએ દમદાર બોલિંગ કરીને હરીફ ટીમને સારી શરૂઆત કરવા દીધી ન હતી. ભારતની શાનદાર બોલિંગ સામે ઈંગ્લેન્ડની ટીમ 103 રન પર ઓલઆઉટ થતા ટીમ ઈન્ડિયાની 68 રને જીતીને સેમિ ફાઈનલ પોતાના નામે કરી હતી. આ જીતની સાથે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે અને હવે શનિવારે 29 જૂને બાર્બાડોસમાં દ.આફ્રિકા સામે ટકરાશે.
ભારતની ધમાકેદાર બોલિંગ
ટીમ ઈન્ડિયાની પ્રથમ ઈનિંગમાં રોહિત-સૂર્યાએ દમદાર બેટિંગનું પ્રદર્શન દર્શાવ્યુ હતું ત્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ અક્ષર અને કુલદીપે રીતસર ઈંગ્લેન્ડના બેટરોને ઘૂંટણિયે પાડી દીધા હતા. ભારત તરફથી કુલદીપ-અક્ષરે 3-3 વિકેટ લીધી હતી અને બુમરાહે 2 વિકેટ લીધી હતી.
અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ
ભારત તરફથી અક્ષર પટેલે શાનદાર પ્રદર્શન કરતા પહેલા બેટિંગમાં પણ જ્યારે જરૂર હતી ત્યારે મહત્વના 10 રન જોડ્યા હતા. જ્યારે બોલિંગમાં પણ બટલર, મોઈન અલી અને બેયરસ્ટોની મહત્વની 3 વિકેટો ઝડપી હતી. જેના પરિણામે અક્ષરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
બેટિંગમાં પણ ટીમ ઈન્ડિયાએ દેખાડ્યો દમ
આજની મેચમાં રોહિત શર્મા (57) અને સૂર્યકુમાર યાદવ(47)ની દમદાર બેટિંગ જોવા મળી હતી. જો કે વિરાટ કોહલી (9), ઋષભ પંત (4) અને શિવમ દુબે (0) સસ્તામાં આઉટ થયા હતા. પરંતુ મિડલ ઓર્ડરમાં આવેલા હાર્દિક પંડ્યાએ તાબડતોબ 13 બોલમાં 23 રન, રવિન્દ્ર જાડેજાએ 9 બોલમાં અણનમ 17 રન અને અક્ષર પટેલે 6 બોલમાં 10 રન નોંધાવ્યા હતા. આજની ખરાખરીની મેચમાં જીતેલી ટીમ ફાઈનલમાં પહોંચશે. આ પહેલા ઈંગ્લેન્ડના સુકાની જોશ બટલરે ટોસ જીત્યો છે અને તેણે ભારતના સુકાની રોહિત શર્માને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું
IND vs ENG : કેવી રીતે પડી વિકેટો
172 રનના લક્ષ્યાંકને પાર કરવા ઉતરેલી ઈંગ્લેન્ડનો ધબડકો : 103 / 10
વિકેટ 10 : 16.4 ઓવરમાં 103 રનના સ્કોર પર જોફ્રા આર્ચર (21)ને બુમરાહે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો
વિકેટ 9 : 15.2 ઓવરમાં 88 રનના સ્કોર પર આદિલ રાશિદ (2)ને સુર્યાકુમાર યાદવે રન આઉટ કર્યો હતો.
વિકેટ 8 : 14.5 ઓવરમાં 86 રનના સ્કોર પર લિવિંગસ્ટોન (11)ને કુલદીપ યાદવે રન આઉટ કર્યો હતો.
વિકેટ 7 : 12.1 ઓવરમાં 72 રનના સ્કોર પર ક્રિસ જોર્ડન (1)ને કુલદીપ યાદવે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો
વિકેટ 6 : 10.4 ઓવરમાં 68 રનના સ્કોર પર હેલી બ્રુક (25)ને કુલદીપ યાદવે બોલ્ડ આઉટ કર્યો હતો
વિકેટ 5 : 8.1 ઓવરમાં 49 રનના સ્કોર પર સેમ કરન (2)ને કુલદીપ યાદવે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો
વિકેટ 4 : 7.1 ઓવરમાં 46 રનના સ્કોર પર મોઈન અલી(8)ને અક્ષર પટેલે પંતના હાથમાં કેચ આઉટ કર્યો હતો
વિકેટ 3 : 5.1 ઓવરમાં 35 રનના સ્કોર પર જોની બેયરસ્ટો (0)ને અક્ષર પટેલે બોલ્ડ આઉટ કર્યો હતો
વિકેટ 2 : 4.4 ઓવરમાં 34 રનના સ્કોર પર સોલ્ટ (5)ને બુમરાહે બોલ્ડ આઉટ કર્યો હતો
વિકેટ 1 : 26 રનના સ્કોર પર ઈંગ્લેન્ડના જોસ બટલર (23)ને અક્ષર પટેલે આઉટ કર્યો હતો
ભારતે ઈંગ્લેન્ડે જીતવા માટે આપ્યો 172 રનનો ટાર્ગેટ, સ્કોર 20 ઓવરમાં 171/7
વિકેટ 7 : ઈંગ્લેન્ડના બોલર ક્રિશ જોર્ડને દમદાર બોલિંગ કરી કુલ ત્રણ વિકેટ ઝડપી હતી. જોર્ડનની ઓવરમાં અક્ષર પટેલ સોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો. અક્ષરે 6 બોલમાં એક સિક્સ સાથે 10 રન નોંધાવ્યા હતા.
વિકેટ 6 : ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી જેમાં હાર્દિક પંડ્યા બાદ શિવમ દુબે શૂન્ય રને આઉટ થયો હતો. જોર્ડનની ઓવરમાં વિકેટ કિપર બટલરે તેનો કેચ કર્યો હતા.
વિકેટ 5 : ટીમ ઈન્ડિયાએ પાંચમી વિકેટ ગુમાવી હતી. જોર્ડનની ઓવરમાં હાર્દિક પંડ્યા સેમ કુરનના હાથે કેચ આઉટ થયો છે. હાર્દિકે 13 બોલમાં એક ફોર અને બે સિક્સ સાથે 23 રન નોંધાવ્યા.
વિકેટ 4 : ભારતની ચોથી વિકેટ પડી હતી. જોફ્રા આર્ચની બોલિંગમાં સૂર્યકુમાર યાદવ જોર્ડનના હાથે કેચ આઉટ થયો અને 36 બોલમાં ચાર ફોર અને બે સિક્સ સાથે 47 રન નોંધાવ્યા હતા.
ભારતનો સ્કોર 15 ઓવરમાં 118/3, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ક્રિઝ પર
વિકેટ 3 : ભારતે ત્રીજી મોટી વિકેટ ગુમાવી છે. ઈંગ્લેન્ડના બોલર આદિલ રાશિદે રોહિત શર્મા 57 રને ક્લિન બોલ્ડ કર્યો છે. રોહિતે 39 બોલમાં છ ફોર અને બે સિક્સ સાથે 57 રન નોંધાવ્યા હતા. આ સાથે ટીમ ઈન્ડિયાનો સ્કોર 13.4 ઓવરમાં ત્રણ વિકેટે 113 રન પર પહોંચ્યો હતો.
વિકેટ 2 : ભારતનો બીજો વિસ્ફોટક બેટ્સમેન સસ્તામાં આઉટ થયો હતો. સેમ કુરનની બોલિંગમાં ઋષભ પંત જોની બેરસ્કોના હાથે કેચ આઉટ થયો હતો. છ બોલમાં માત્ર ચાર રન બનાવી શક્યો હતો.
ભારતનો સ્કોર : પાંચ ઓવરમાં 40/1, રોહિત શર્મા અને ઋષભ પંત ક્રિઝ પર
વિકેટ 1 : ઈંગ્લેન્ડના બોલર રઈસ ટોપલીએ ભારતને પહેલો મોટો ઝટકો આપ્યો છે. તેણે વિરાટ કોહલીને માત્ર 9 રને ક્લિન બોલ્ડ કરી આઉટ કર્યો છે. આમ ટીમ ઈન્ડિયાનો સ્કોર 2.4 ઓવરમાં એક વિકેટે 19 રને પહોંચ્યો છે.
ઈંગ્લેન્ડના સુકાની જોશ બટલરે ટોસ જીત્યો છે અને તેણે ભારતના સુકાની રોહિત શર્માને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું
• મેચ પહેલા ભારતીય ટીમે કરી પ્રેક્ટીસ : વરસાદના વિઘ્ન વચ્ચે મેચમાં વિલંબ થયો છે. આ દરમિયાન વિરાટ કોહલી, ઋષભ પંત સહિતના ભારતીય ટીમના ખેલાડીઓ મેદાનમાં પ્રેક્ટીસ કરી હતી.
ભીની પીચને કારણે મેચમાં વિલંબ
ગુયાનામાં ગઈકાલે સતત વરસાદ પડ્યા બાદ આજે પણ વરસાદ પડ્યો હતો. જોકે મેચ પહેલા વરસાદ અટકી ગયો છે અને પીચ ભીની હોવાના કારણે મેચમાં વિલંબ થયો છે. આ પહેલા ત્યાં વરસાદી વાતાવરણ અને કાળાં ડિબાંગ વાદળોનો કારણે મેચ પર અસર થવાની સંભાવના હતી. જોકે હવે વરસાદ બંધ થઈ ગયો છે અને બંને દેશો વચ્ચે મેચ શરૂ થઈ ગઈ છે.
ભારતે ટી20 વર્લ્ડકપમાં કુલ છ મેચ જીતીને સેમિ ફાઈનલમાં પહોંચ્યું હતું
ભારતે આ ટી-20 વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં પ્રવેશવા સુધી કુલ 6 મેચ જીતી છે અને તેમાંથી ચાર વિજય ભારતને પ્રથમ બેટિંગ કરતાં મળ્યા છે. અર્ષદીપ 15, બુમરાહ 11 અને હાર્દિક 8 વિકેટ ઝડપી ચૂક્યો છે. કુલદીપે સુપર-એઈટમાં જાદુ ચલાવ્યો છે.
IND vs ENG વચ્ચે કુલ 23 T20 મેચો રમાઈ
બંને દેશો વચ્ચે કુલ રમાયેલી ટી20 મેચોની વાત કરીએ તો બંને ટીમોએ અત્યાર સુધીમાં કુલ 23 મેચો રની છે, જેમાંથી ભારતનો 12માં અને ઈંગ્લેન્ડનો 11માં વિજય થયો છે.
ટીમોની પ્લેઈંગ-11
ભારતીય ટીમ : રોહિત શર્મા (સુકાની), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહ
ઈંગ્લેન્ડની ટીમ : ફિલ સોલ્ટ, જોસ બટલર (સુકાની અને વિકેટકીપર), જોની બેરસ્ટો, હેરી બ્રુક, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરાન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને રીસ ટોપલી