રોહિત શર્માએ ફાઈનલમાં કરી હતી મોટી ભૂલ! હારની અણીએ પહોંચી ગઇ હતી ટીમ ઈન્ડિયા

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
Rohit Sharma With Axar patel


T20 World Cup 2024 Rohit Sharma:  T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 7 રનથી જીતીને ટ્રોફી પર કબજો કર્યો હતો. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. એક સમયે, દક્ષિણ આફ્રિકાનો આ મેચ પર કબજો થઇ ગયો હોય તેવું લાગતું હતું, જે રોહિતના એક ખોટા નિર્ણયનું પરિણામ હતું. જે બાદ એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા ફરી એકવાર ફાઈનલ મેચ હારી જશે.

સૂર્યાનો શાનદાર કેચ, બુમરાહ-પંડ્યા-અર્શદીપની ધારદાર બોલિંગ, આ 5 કારણોથી ભારત ચેમ્પિયન બન્યું



કયો ખોટો નિર્ણય સાબિત થતાં રહી ગયો! 

આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે બોલિંગ કરતા અક્ષર પટેલ સૌથી મોંઘો સાબિત થયો હતો. અક્ષર પટેલને રોહિત શર્માએ 15મી ઓવર આપી હતી જે ઘણી મોંઘી સાબિત થઈ હતી. જ્યારે હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાની ઓવર પણ બાકી હતી. જો કે આ પહેલા અક્ષરે સારી ઓવર નાંખી હતી અને 15મી ઓવર પહેલા અક્ષરે એક વિકેટ પણ પોતાના નામે કરી લીધી હતી.

VIDEO : રોહિત, વિરાટ, હાર્દિક....વર્લ્ડકપ જીત્યાં બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજોની આંખો છલકાઈ

હેનરિક ક્લાસેને તોફાની બેટિંગ કરી હતી 

આ કારણે રોહિતે અક્ષરને 15મી ઓવર આપવાનું યોગ્ય માન્યું. અક્ષરે 15મી ઓવરમાં 24 રન ખર્ચ્યા હતા. જેમાં 2 સિક્સર, 2 ફોર અને 2 વાઈડ બોલનો સમાવેશ થતો હતો. આ ઓવર પછી સાઉથ આફ્રિકા જીતની અણીએ પહોંચી ગઇ હતી. ક્લાસેને આ ઓવરનો બરાબરનો લાભ ઊઠાવ્યો હતો. 

પછી હાર્દિકે મેચ બનાવી આપી 

15 ઓવર પછી એવું લાગી રહ્યું હતું કે દક્ષિણ આફ્રિકા આ મેચ સરળતાથી જીતી જશે. આ પછી ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાને 16મી ઓવર આપવામાં આવી હતી. આ ઓવરમાં હાર્દિકે મેચ પલટી નાખી. આ ઓવરમાં હાર્દિકે દક્ષિણ આફ્રિકાના સૌથી ખતરનાક બેટ્સમેન હેનરિક ક્લાસેનને આઉટ કર્યો હતો. ક્લાસેન આ મેચમાં શાનદાર બેટિંગ કરી રહ્યો હતો અને તે સમયે ટીમ ઈન્ડિયા માટે મેચ જીતવા માટે ક્લાસેનની વિકેટ જરૂરી હતી. જે હાર્દિકને મળી હતી. 

રોહિત શર્માએ ફાઈનલમાં કરી હતી મોટી ભૂલ! હારની અણીએ પહોંચી ગઇ હતી ટીમ ઈન્ડિયા 2 - image



Google NewsGoogle News