ટી20 વર્લ્ડકપ: મેચ બાદ હોટલમાં જઈને ઓફિસનું કામ કરે છે USAનો આ ખેલાડી, લોકોએ કર્યા વખાણ
T20 વર્લ્ડ કપમાં તેમની મેચ રમ્યા પછી ખેલાડીઓ શું કરશે? કેટલાક આરામ કરતા હશે, કેટલાક પોતાની ફિટનેસ પર ધ્યાન આપતા હશે. પરંતુ યુએસએ ટીમના સભ્ય સૌરભ નેત્રવલકરની સ્ટોરી સાવ અલગ છે. આ સ્ટોરી સૌરભ નેત્રાવલકરની બહેન નિધિએ શેર કરી છે. નિધિના કહેવા પ્રમાણે, સૌરભ મેચ બાદ હોટલમાંથી કામ કરે છે.
એક સમયે ટીમ ઈન્ડિયા માટે રમવાનું સપનું જોનાર સૌરભ નેત્રવલકર અમેરિકી ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી છે. ભારત વિરુદ્ધ તેમણે 2 સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીને આઉટ કર્યા છે. તેમ છતાં આ સ્ટાર ખેલાડી દુખી જોવા મળી રહ્યો છે.
આ સ્ટોરી સૌરભ નેત્રાવલકરની બહેન નિધિએ શેર કરી છે. નિધિના કહેવા પ્રમાણે, USS ટીમ માટે મેચ રમ્યા બાદ તે હોટલમાં બેસીને ઓફિસનું કામ કરે છે. સૌરભ નેત્રવલકર ક્રિકેટર હોવા ઉપરાંત ઓરેકલમાં સોફ્ટવેર એન્જિનિયર પણ છે.
સૌરભ નેત્રાવલકરે પોતાની ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યાં તેણે પાકિસ્તાન સામે સુપર ઓવરમાં 18 રનનો બચાવ કર્યો હતો. ટી20 વર્લ્ડકપ 2024માં ભારત અને અમેરિકા વચ્ચે ન્યુયોર્કમાં રોમાંચક મેચ જોવા મળી હતી. આ મેચમાં ભારતે અમેરિકાને 7 વિકેટથી હાર આપી છે. અમેરિકાના બોલરોએ ભારતીય બેટ્સમેનનો પરસેવો છોડી દીધો હતો. અમેરિકા તરફથી મુળ ભારતીય બોલર સૌરભ નેત્રવલકરે પહેલા વિરાટ કોહલીને ગોલ્ડન ડક કર્યો હતો. ત્યારબાદ રોહિત શર્માને 3 રન પર પેવેલિયન મોકલ્યો હતો. સૌરભ નેત્રવલકરે ભારત વિરુદ્ધ શાનદાર બોલિંગ કરીને 4 ઓવરમાં માત્ર 18 રન આપી 2 મહત્વની વિકેટ લીધી હતી.
ક્રિકેટ સાથે નોકરી
ક્રિકેટના મેદાન પર સૌરભ પોતાની શાનદાર બોલિંગથી બેટ્સમેનનો પરસેવો છોડી રહ્યો છે પરંતુ મેદાનની બહાર પણ તેના માટે જીવન સરળ નથી. મેચ પૂરી થયા બાદ તે હોટલમાં બેસીને ઓફિસનું કામ કરે છે. ઉલ્લેખનીય છે કે, સૌરભ નેત્રવલકર ક્રિકેટર હોવા ઉપરાંત ઓરેકલમાં સોફ્ટવેર એન્જિનિયર પણ છે. અહીં તેની નોકરી ખૂબ જ માંગ છે. આવી સ્થિતિમાં ક્રિકેટના મેદાન પર પોતાની કુશળતાનો જાદુ ફેલાવ્યા બાદ તેઓ કંપનીના કામમાં લાગી જાય છે.
સૌરભની બહેન નિધિના કહેવા પ્રમાણે, તે ખૂબ જ નસીબદાર છે કે, તેને તેની સમગ્ર કારકિર્દી દરમિયાન ઘણા બધા સમર્થકો મળ્યા. તે જાણે છે કે, જ્યારે સૌરભ ક્રિકેટ નથી રમી રહ્યો ત્યારે તેણે પોતાનુ સંપૂર્ણ ધ્યાન પોતાના કામ પર લગાવવું પડશે. આવી સ્થિતિમાં, તે જ્યાં પણ જાય છે, તે પોતાનું લેપટોપ પોતાની સાથે લઈ જાય છે. કંપનીએ તેને ગમે ત્યાંથી કામ કરવાની સુગમતા આપી છે.
સૌરભ પ્રોફેશનલ અને સ્પોર્ટ્સ સંબંધિત જવાબદારીઓ કેવી રીતે સાચવે છે?
નિધિએ જણાવ્યું કે જ્યારે પણ તે ભારત આવે છે ત્યારે તેનું લેપટોપ લઈને આવે છે. સૌરભ ખૂબ જ સમર્પિત છે. જેની પાછળનુ કારણ કારણ મુંબઈમાં તેનો ઉછેર છે.એમ કહી શકાય કે તેમનામાં આ મુંબઈકર છે. તે હંમેશા તેની અંદર હોય છે.
ઓરેકલ કંપનીમાં કામ કરતા આ 32 વર્ષીય ખેલાડીએ ભારત વતી અંડર-19 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. આ પછી, શિષ્યવૃત્તિ મળ્યા પછી, તેણે પ્રતિષ્ઠિત કોર્નેલ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જવાનું નક્કી કર્યું. અમેરિકા આવ્યા બાદ તેની ક્રિકેટ સફરમાં થોડો વિરામ હતો, પરંતુ તેણે રમત ફરી શરૂ કરી અને અમેરિકન ટીમનો મહત્વનો સભ્ય બની ગયો. નેત્રવલકરનો પરિવાર હજુ પણ ભારતમાં છે.