T20 વર્લ્ડકપ માટે ICCએ કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી, દિનેશ કાર્તિકની પણ એન્ટ્રી

Updated: May 24th, 2024


Google NewsGoogle News
T20 વર્લ્ડકપ માટે ICCએ કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી, દિનેશ કાર્તિકની પણ એન્ટ્રી 1 - image
Image Twitter 

T20 world cup 2024 : ICC T20 વર્લ્ડ કપ 2024 શરૂ થવામાં હવે ઘણો સમય બાકી નથી. આગામી વર્લ્ડ કપ 1 જૂનથી 29 જૂન દરમિયાન યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) પણ T20 વર્લ્ડ કપની સંપૂર્ણ તૈયારીઓમાં વ્યસ્ત છે. હવે ICCએ T20 વર્લ્ડ કપ માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી છે.

દિનેશ કાર્તિક વર્લ્ડ કપમાં કરશે કોમેન્ટ્રી

40 સભ્યોની કોમેન્ટ્રી પેનલમાં સ્ટાર વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને પણ સ્થાન મળ્યું છે. કાર્તિકે હાલમાં IPL સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ દરમિયાન દિનેશ કાર્તિક વિશે એવા સમાચાર આવી રહ્યા છે કે, હવે તે IPLની આગામી સિઝનમાં ભાગ નહીં લે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચ બાદ 38 વર્ષના દિનેશ કાર્તિકને વિરાટ કોહલી અને RCBના ખેલાડીઓએ અભિનંદન પાઠવ્યા હતા. જોકે, કાર્તિકે IPLમાંથી નિવૃત્તિ અંગે પોતાના તરફથી કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી.

પેનલમાં હર્ષ ભોગલે, રવિ શાસ્ત્રી તેમજ સુનીલ ગાવસ્કરનો પણ સમાવેશ 

દિનેશ કાર્તિક ઉપરાંત આ કોમેન્ટ્રી પેનલમાં ભારતના હર્ષ ભોગલે, રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કરને પણ સ્થાન મળ્યું છે. પાકિસ્તાની દિગ્ગજ ખેલાડી વસીમ અકરમ, વકાર યુનુસ અને રમીઝ રાજા પણ વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી પેનલનો ભાગ હશે. પેનલમાં અમેરિકન કોમેન્ટેટર જેમ્સ ઓ'બ્રાયનને પણ સામેલ કરવામાં આવ્યા છે.

T20 વર્લ્ડ કપ માટે કોમેન્ટ્રી પેનલ: 

  • દિનેશ કાર્તિક  (ભારત), 
  • ડેની મોરિસન (ન્યુઝીલેન્ડ), 
  • ઈયાન બિશપ (વેસ્ટ ઈન્ડિઝ), 
  • હર્ષ ભોગલે  (ભારત), 
  • રવિ શાસ્ત્રી (ભારત), 
  • શોન પોલોક (દક્ષિણ આફ્રિકા), 
  • સ્ટીવન સ્મિથ (ઓસ્ટ્રેલિયા), 
  • નાસેર હુસૈન (ઇંગ્લેન્ડ), 
  • ગ્રીમ સ્મિથ (દક્ષિણ આફ્રિકા), 
  • ઇયાન સ્મિથ (ન્યુઝીલેન્ડ), 
  • ડેલ સ્ટેન (દક્ષિણ આફ્રિકા), 
  • એલન વિલ્કિન્સ (ઇંગ્લેન્ડ),
  •  વકાર યુનિસ (પાકિસ્તાન), 
  • ઇયાન વોર્ડ (ઇંગ્લેન્ડ) , 
  • લિસા સ્થલેકર (ઓસ્ટ્રેલિયા), 
  • વસીમ અકરમ (પાકિસ્તાન), 
  • અથર અલી ખાન (બાંગ્લાદેશ), 
  • રસેલ આર્નોલ્ડ (શ્રીલંકા), 
  • માઈક એથર્ટન (ઈંગ્લેન્ડ), 
  • સેમ્યુઅલ બદ્રી (વેસ્ટ ઈન્ડિઝ), 
  • કાર્લોસ બ્રેથવેઈટ (વેસ્ટ ઈન્ડિઝ), 
  • સિમોન ડૌલ ( ન્યુઝીલેન્ડ), 
  • એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા), 
  • ડેરેન ગંગા (વેસ્ટ ઈન્ડિઝ), 
  • સુનીલ ગાવસ્કર (ભારત), 
  • નતાલી જર્મનોસ (દક્ષિણ આફ્રિકા), 
  • મેથ્યુ હેડન (ઓસ્ટ્રેલિયા), 
  • માઈક હેસમેન (ઓસ્ટ્રેલિયા), 
  • જેમ્સ ઓ'બ્રાયન (યુએસએ), 
  • કેટી માર્ટિન (ન્યુઝીલેન્ડ), 
  • પોમી મ્બાન્ગ્વા (ઝિમ્બાબ્વે), 
  • ટોમ મૂડી (ઓસ્ટ્રેલિયા), 
  • ઇઓન મોર્ગન (ઇંગ્લેન્ડ), 
  • એલિસન મિશેલ (ઇંગ્લેન્ડ), 
  • બ્રાયન મુર્ગાટ્રોઇડ (નેધરલેન્ડ), 
  • કાસ નાયડુ (દક્ષિણ આફ્રિકા), 
  • નિએલ ઓ'બ્રાયન (આયરલેન્ડ)  
  • એબોની રેઈનફોર્ડ-બ્રેન્ટ (ઈંગ્લેન્ડ)
  • રમીઝ રાજા (પાકિસ્તાન).

T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ:

ગ્રુપ A - ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ

ગ્રુપ B - ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામીબિયા, સ્કોટલેન્ડ, ઓમાન

ગ્રુપ C - ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની

ગ્રુપ D - દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ

T20 વર્લ્ડ કપની તમામ 55 મેચોનું શેડ્યૂલ:

1. શનિવાર,  1 જૂન  – યુએસએ વિ કેનેડા, ડલ્લાસ

2. રવિવાર,    2 જૂન – વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પાપુઆ ન્યુ ગિની, ગુયાના

3. રવિવાર,    2 જૂન – નામિબિયા વિ ઓમાન, બાર્બાડોસ

4. સોમવાર,   3 જૂન – શ્રીલંકા વિ દક્ષિણ આફ્રિકા, ન્યૂયોર્ક

5. સોમવાર,   3 જૂન – અફઘાનિસ્તાન વિ યુગાન્ડા, ગયાના

6. મંગળવાર, 4 જૂન – ઈંગ્લેન્ડ વિ સ્કોટલેન્ડ, બાર્બાડોસ

7. મંગળવાર, 4 જૂન – નેધરલેન્ડ વિ નેપાળ, ડલ્લાસ

8. બુધવાર,    5 જૂન – ભારત વિ આયર્લેન્ડ, ન્યૂયોર્ક

9. બુધવાર,    5 જૂન – પાપુઆ ન્યુ ગિની વિ યુગાન્ડા, ગયાના

10. બુધવાર,  5 જૂન – ઓસ્ટ્રેલિયા વિ ઓમાન, બાર્બાડોસ

11. ગુરુવાર,  6 જૂન – યુએસએ વિ પાકિસ્તાન, ડલ્લાસ

12. ગુરુવાર,  6 જૂન – નામિબિયા વિ સ્કોટલેન્ડ, બાર્બાડોસ

13. શુક્રવાર,  7 જૂન  – કેનેડા વિ. આયર્લેન્ડ, ન્યૂ યોર્ક

14. શુક્રવાર,  7 જૂન  – ન્યુઝીલેન્ડ વિ. અફઘાનિસ્તાન, ગયાના

15. શુક્રવાર,  7 જૂન  – શ્રીલંકા વિ. બાંગ્લાદેશ, ડલ્લાસ

16. શનિવાર, 8 જૂન – નેધરલેન્ડ વિ. દક્ષિણ આફ્રિકા, ન્યુ યોર્ક

17. શનિવાર, 8 જૂન – ઓસ્ટ્રેલિયા વિ. ઈંગ્લેન્ડ, બાર્બાડોસ

18. શનિવાર, 8 જૂન – વેસ્ટ ઈન્ડિઝ વિ. યુગાન્ડા, ગયાના

19. રવિવાર,  9 જૂન  – ભારત વિ. પાકિસ્તાન, ન્યૂયોર્ક

20. રવિવાર,  9 જૂન  – ઓમાન વિ. સ્કોટલેન્ડ, એન્ટિગુઆ

21. સોમવાર, 10 જૂન – દક્ષિણ આફ્રિકા વિ. બાંગ્લાદેશ, ન્યૂ યોર્ક

22. મંગળવાર, 11 જૂન  – પાકિસ્તાન વિ. કેનેડા, ન્યૂયોર્ક

23. મંગળવાર, 11 જૂન  – શ્રીલંકા વિ. નેપાળ, ફ્લોરિડા

24. મંગળવાર, 11 જૂન  – ઓસ્ટ્રેલિયા વિ. નામિબિયા, એન્ટિગુઆ

25. બુધવાર, 12 જૂન – યુએસએ વિ. ભારત, ન્યુ યોર્ક

26. બુધવાર, 12 જૂન – વેસ્ટ ઈન્ડિઝ વિ. ન્યુઝીલેન્ડ, ત્રિનિદાદ

27. ગુરુવાર, 13 જૂન – ઈંગ્લેન્ડ વિ. ઓમાન, એન્ટિગુઆ

28. ગુરુવાર, 13 જૂન – બાંગ્લાદેશ વિ. નેધરલેન્ડ, સેન્ટ વિન્સેન્ટ

29. ગુરુવાર, 13 જૂન – અફઘાનિસ્તાન વિ. પાપુઆ ન્યુ ગિની, ત્રિનિદાદ

30. શુક્રવાર, 14 જૂન  – યુએસએ વિ. આયર્લેન્ડ, ફ્લોરિડા

31. શુક્રવાર, 14 જૂન – દક્ષિણ આફ્રિકા વિ. નેપાળ, સેન્ટ વિન્સેન્ટ

32. શુક્રવાર, 14 જૂન – ન્યુઝીલેન્ડ વિ. યુગાન્ડા, ત્રિનિદાદ

33. શનિવાર, 15 જૂન –ભારત વિ. કેનેડા, ફ્લોરિડા

34. શનિવાર, 15 જૂન – નામિબિયા વિ. ઈંગ્લેન્ડ, એન્ટિગુઆ

35. શનિવાર, 15 જૂન – ઓસ્ટ્રેલિયા વિ. સ્કોટલેન્ડ, સેન્ટ લુસિયા

36. રવિવાર,  16 જૂન – પાકિસ્તાન વિ. આયર્લેન્ડ, ફ્લોરિડા

37. રવિવાર,  16 જૂન  – બાંગ્લાદેશ વિ. નેપાળ, સેન્ટ વિન્સેન્ટ

38. રવિવાર,  16 જૂન – શ્રીલંકા વિ. નેધરલેન્ડ, સેન્ટ લુસિયા

39. સોમવાર, 17 જૂન – ન્યુઝીલેન્ડ વિ. પાપુઆ ન્યુ ગિની, ત્રિનિદાદ

40. સોમવાર, 17 જૂન – વેસ્ટ ઈન્ડિઝ વિ. અફઘાનિસ્તાન, સેન્ટ લુસિયા

41. બુધવાર,  19 જૂન  – A2 vs D1, એન્ટિગુઆ

42. બુધવાર,  19 જૂન  – B1 vs C2,  સેન્ટ લુસિયા

43. ગુરુવાર,  20 જૂન  – C1 vs A1, બાર્બાડોસ

44. ગુરુવાર,  20 જૂન  – B2 vs D2, એન્ટિગુઆ

45. શુક્રવાર,   21 જૂન  – B1 vs D1, સેન્ટ લુસિયા

46. ​​શુક્રવાર, 21 જૂન – A2 vs C2, બાર્બાડોસ

47. શનિવાર, 22 જૂન  – A1 vs D2, એન્ટિગુઆ

48. શનિવાર, 22 જૂન  – C1 vs B2, સેન્ટ વિન્સેન્ટ

49. રવિવાર,  23 જૂન  – A2 vs B1, બાર્બાડોસ

50. રવિવાર,  23  જૂન  – C2 vs D1, એન્ટિગુઆ

51. સોમવાર, 24 જૂન  – B2 vs A1, સેન્ટ લુસિયા

52. સોમવાર, 24 જૂન   – C1 vs D2, સેન્ટ વિન્સેન્ટ

53. બુધવાર,  26 જૂન   – સેમી 1, ગયાના

54. ગુરુવાર,   27 જૂન   – સેમી 2, ત્રિનિદાદ

55. શનિવાર, 29 જૂન   – ફાઇનલ, બાર્બાડોસ



Google NewsGoogle News