Get The App

IPLને કારણે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની હાલત ખરાબ, કોચ અને ચીફ સિલેક્ટરને ફિલ્ડિંગ કરવા ઉતરવું પડ્યું

Updated: May 29th, 2024


Google NewsGoogle News
IPLને કારણે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની હાલત ખરાબ, કોચ અને ચીફ સિલેક્ટરને ફિલ્ડિંગ કરવા ઉતરવું પડ્યું 1 - image
Image Twitter 

T20 World Cup 2024 Australia vs Namibia Warm Up Match :  ICC T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને દરેક ટીમો જોરશોરથી તૈયારીમાં લાગી ગઈ છે. ભારતીય ટીમ હોય કે ઓસ્ટ્રેલિયા, બંને વર્લ્ડ કપ માટે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ પહોંચી ગઈ છે. ત્યારે આજે ​​એટલે કે 29મી મેના રોજ ઓસ્ટ્રેલિયાએ નામીબિયાની ટીમ સામે તેની વોર્મ-અપ મેચ રમી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 10 ઓવર બાકી હતી અને 7 વિકેટે મેચ જીતી લીધી હતી, પરંતુ એક કારણથી આ મેચ હાલમાં ચર્ચામાં આવી ગઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર, બેટિંગ કોચ અને ફિલ્ડિંગ કોચ પણ મેદાન પર ફિલ્ડિંગ કરતા જોવા મળ્યા હતા. જો કે, આ દિગ્ગજો મજબૂરીમાં મેદાને ઉતર્યા હતા. આવો જાણીએ કે એવી શું મજબૂરી આવી કે તેમની આવી નોબત આવી...

આ કારણે પૂર્વ દિગ્ગજોને મેદાને ઉતરવું પડ્યું 

ઓસ્ટ્રેલિયા અને નામિબિયા વચ્ચેની વોર્મ-અપ મેચમાં કાંગારૂ ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી નામિબિયાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 119 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ જ્યારે બોલિંગ કરી રહી હતી, ત્યારે ઓસ્ટ્રેલિયાના ચીફ સિલેક્ટર જ્યોર્જ બેઈલી, ફિલ્ડિંગ કોચ આન્દ્રે બોરોવેક, બેટિંગ કોચ બ્રેડ હોજ અને હેડ કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડ પણ મેદાનમાં ફિલ્ડિંગ કરતા જોવા મળ્યા હતા. આ દિગ્ગજો માટે ફિલ્ડિંગ કરવી મજબૂરી એટલા માટે બની, કારણ કે ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 9 ખેલાડીઓ સાથે રમી રહી હતી.

પૂર્વ દિગ્ગજોએ પણ 2 કેચ લીધા

IPL 2024માં રમવા માટે ઓસ્ટ્રેલિયાના કેટલાક ખેલાડીઓ હજુ સુધી ટીમ સાથે જોડાઈ શક્યા નથી. જેના કારણે ફિલ્ડિંગની અછત પૂરી કરવા  ઓસ્ટ્રેલિયાના અધિકારી પદ પર બિરાજમાન દિગ્ગજોએ મેદાન પર ફિલ્ડિંગ કરી હતી. મહત્ત્વની વાત એ છે કે, આ દરમિયાન બોરોવેક અને બેઈલીએ પણ એક-એક કેચ લીધો હતો, જ્યારે મેકડોનાલ્ડે પણ એક બોલને બાઉન્ડ્રી રોકવા માટે શાનદાર ડાઈવ લગાવી હતી. મેકડોનાલ્ડની ઉંમરને ધ્યાનમાં લેતાં આ ફિલ્ડિંગ ખૂબ જ પ્રશંસનીય હતી. 


Google NewsGoogle News