Get The App

T20 World Cup 2024: ઓસ્ટ્રેલિયાની હારનો ટર્નિંગ પોઈન્ટ, અફઘાનિસ્તાનની જીતના ચાર હીરો

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
T20 World Cup 2024: ઓસ્ટ્રેલિયાની હારનો ટર્નિંગ પોઈન્ટ, અફઘાનિસ્તાનની જીતના ચાર હીરો 1 - image


T20 World Cup 2024 AUS vs AFG: ટી 20 વર્લ્ડકપમાં (T20 World cup) આજે મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 21 રનોથી હરાવી ઇતિહાસ રચ્યો છે. અફઘાનિસ્તાને વર્લ્ડકપમાં પ્રથમવાર ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને હરાવ્યો છે. આ મેચમાં અફઘાનિસ્તાને કાંગારૂ ટીમને 149 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા માટે ખૂબ જ સરળ માનવામાં આવી રહ્યો હતો પરંતુ અફઘાનિસ્તાને જબરદસ્ત બોલીંગ કરી ઓસ્ટ્રેલિયાને પછાડી હતી. અફઘાનિસ્તાનના બોલરો સામે ઓસ્ટ્રેલિયા પૂરા 20 ઓવર પણ રમી શકી ન હતી.

ઓસ્ટ્રેલિયાની હારનો ટર્નિંગ પોઇન્ટ

ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલ સારી બેટીંગ કરી રહ્યો હતો પરંતુ ગુલબદીનની બોલ પર નૂર અહેમદે મેક્સવેલનો જબરદસ્ત કેચ પકડ્યો હતો. મેક્સવેલના આઉટ થતાંની સાથે જ મેચની દિશા બદલાઇ ગઇ હતી. નિષ્ણાતોના મતે મેક્સવેલની વિકેટ મેચ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ હતી. જો મેક્સવેલ છેલ્લા સુધી ક્રીઝ પર ટકી ગયો હોત તો ઓસ્ટ્રેલિયાના જીતવાની સંભાવના હતી. 

અફઘાનિસ્તાનના જીતના હીરો

અફઘાનિસ્તાનની જીતમાં ગુલબદીન, નવીન-ઉલ-હક, ગુરબાઝ અને ઇબ્રાહિમ જાદરાનની ભૂમિકા મહત્ત્વની હતી. બેટીંગમાં ગુરબાઝ અને ઇબ્રાહીમે અર્ધસદી ફટકારી ટીમને 148ના સ્કોર સુધી પહોંચાયો હતો. જેમાં ગુરબાઝે 60 અને ઇબ્રાહિમે 51 રન બનાવ્યા હતા. ત્યાર બાદ બોલીંગમાં ગુલબદીન અને નવીન-ઉલ-હકે ઓસ્ટ્રેલિયાના બેટરો સામે જબરદસ્ત બોલીંગ કરી હતી. જેમાં ગુલબદીને 4 વિકેટ અને નવીને 3 વિકેટ ઝડપ્યા હતા.


Google NewsGoogle News