T20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં અફઘાનિસ્તાનની ધમાકેદાર એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાયું

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
Afghanistan beat Bangladesh by 8 runs
Image : IANS

T20 World Cup AFG vs BAN : ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં અફઘાનિસ્તાનની ટીમે ઈતિહાસ રચી દીધો છે. અફઘાનિસ્તાને સુપર-8ની મેચમાં બાંગ્લાદેશની ટીમને આઠ વિકેટ હરાવીને સમિફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની સેમિ ફાઈનલ રમવાની આશા પર પાણી ફેરવી દીધું છે. આ જીત અફઘાનિસ્તાન ક્રિકેટ માટે ઐતિહાસિક છે. 

રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનનો વિજય

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં સુપર-8ની છેલ્લી મેચમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ કિંગ્સટાઉનના આર્નોસ વેલ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશને 8 રને હરાવીને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બાંગ્લાદેશને આ મેચ જીતવા માટે 114 (DLS)નો ટાર્ગેટ હતો. પરંતુ નવીન ઉલ હકે સતત 2 વિકેટ ઝડપીને મેચ અફઘાન ટીમની તરફેણમાં ફેરવી દીધી હતી. આ જ મેચમાં કેપ્ટન રાશિદ ખાને 4 વિકેટ ઝડપીને બાંગ્લાદેશની કમર તોડી નાખી હતી.

આ જીત અફઘાનિસ્તાન ક્રિકેટ માટે ઐતિહાસિક

બાંગ્લાદેશ સામે અફઘાનિસ્તાની જીત થતાં જ ઓસ્ટ્રેલિયાની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાય ગઈ છે. હવે 27મીએ અફઘાનિસ્તાન ત્રિનિદાદમાં સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. ઓસ્ટ્રેલિયા 2021માં T20 વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું હતું. પરંતુ, આ વખતે તેની સફર સુપર-8માં જ પુરી થઈ ગઈ છે. આ જીત અફઘાનિસ્તાન ક્રિકેટ માટે ઐતિહાસિક છે. કારણ કે આ જીતે અફઘાનિસ્તાનને વર્લ્ડ ચેમ્પિયન બનવાના સપનાની એક ડગલું નજીક લઈ ગયું છે.

અફઘાનિસ્તાને 115 રન બનાવ્યા હતા

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને પાંચ વિકેટ ગુમાવીને 115 રન બનાવ્યા હતા. અફઘાન ટીમની શરૂઆત ઘણી ધીમી રહી હતી. ઈબ્રાહિમ ઝદરાન અને રહેમાનુલ્લા ગુરબાઝે 10.4 ઓવરમાં 54 રનની પાર્ટનરશીપ કરી હતી. મેચમાં ગુરબાઝ અને ઝદરાન પાવરપ્લેનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. લેગ સ્પિનર ​​રિશાદ હુસૈને ઝદરાનને આઉટ કરીને આ પાર્ટનરશીપ તોડી હતી. ત્યારબાદ અફઘાનિસ્તાને નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. 

T20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં અફઘાનિસ્તાનની ધમાકેદાર એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાયું 2 - image


Google NewsGoogle News