T20 WC AFG Vs Ban: રાશિદ ખાન મેદાન પર ભડક્યો, પોતાના જ ખેલાડી પર બેટ ફેંક્યું, વીડિયો વાયરલ

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
Afghanistan vs Bangladesh Rashid khan

Image: IANS



T20 World Cup 2024 AFG vs BAN: વર્લ્ડ કપમાં આજે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સુપર-8ની અતિમહત્ત્વપૂર્ણ ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશની ટીમને આઠ વિકેટ હરાવીને સમિફાઈનલમાં એન્ટ્રી લીધી છે. આ મેચ દરમિયાન અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાનનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાશિદ બેટિંગ કરતી વખતે પોતાની ટીમના ખેલાડી પર રોષ ઠાલવ્યો હતો.

રાશિદે ગુસ્સામાં બેટ ફેંક્યું

અફઘાનિસ્તાનની ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે ક્રિઝ પર કેપ્ટન રાશિદ ખાન હતો. તે દરમિયાન રાશિદે તેના પાર્ટનર કરીમ જનતને બે રન લેવા અપીલ કરતાં દોડ્યો હતો. તે અડધી પીચ પર આવી ચૂક્યો હતો, પરંતુ કરીમે બીજો રન લેવાનો ઈનકાર કર્યો હતો. જેથી રાશિદ ખૂબ ગુસ્સે થયો હતો. અને તેણે કરીમની સામે રોષ ઠાલવી બેટ ફેંક્યુ હતું. જેને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

અફઘાનિસ્તાને 115 રન બનાવ્યા

આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં માત્ર 115 રન બનાવી શકી હતી. અફઘાનિસ્તાન તરફથી ઓપનિંગ બેટિંગ કરનાર ગુરબાઝે 55 બોલમાં 43 રન બનાવ્યા હતા.

આ સિવાય કેપ્ટન રાશિદ ખાને 19 રનની અણનમ ઇનિંગ રમી હતી. રાશિદે પોતાની ઇનિંગમાં 3 શાનદાર સિક્સર ફટકારી હતી. આ સિવાય બાંગ્લાદેશ તરફથી બોલિંગ કરતી વખતે રિશાદે 3 વિકેટ ઝડપી હતી. તસ્કિન અને મુસ્તફિઝુરે પણ 1-1 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશની બેટિંગ દરમિયાન નવીન ઉલ હકે સતત 2 વિકેટ ઝડપીને મેચ અફઘાન ટીમની તરફેણમાં ફેરવી દીધી હતી. આ જ મેચમાં કેપ્ટન રાશિદ ખાને 4 વિકેટ ઝડપીને બાંગ્લાદેશની કમર તોડી નાખી હતી. વરસાદના કારણે બાંગ્લાદેશે 114 રનનો ટાર્ગેટ હાંસલ કરવાનો હતો.


Google NewsGoogle News