0 રન... 0 વિકેટ અને 0 કેચ, T20 વર્લ્ડ કપ 2024માં કંઈ કરી શક્યો નહીં આ ભારતીય ખેલાડી

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
0 રન... 0 વિકેટ અને 0 કેચ, T20 વર્લ્ડ કપ 2024માં કંઈ કરી શક્યો નહીં આ ભારતીય ખેલાડી 1 - image


Image:X

T20 World Cup 2024: ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024માં સુપર-8 રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ભારતીય ટીમે બુધવારે રમાયેલી T20 વર્લ્ડ કપની મેચમાં અમેરિકા (USA) ને 10 બોલ બાકી રહેતા 7 વિકેટથી હરાવ્યું હતું. વર્તમાન T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે આયર્લેન્ડ, પાકિસ્તાન અને અમેરિકાને હરાવીને જીતની હેટ્રિક લગાવી છે. ટીમ ઈન્ડિયાનો એક એવો ખેલાડી છે, જે વર્તમાન T20 વર્લ્ડ કપમાં 3 મેચ રમીને પણ કંઈ કરી શક્યો નથી.

ભારતીય ટીમના આ ખેલાડીએ વર્તમાન T20 વર્લ્ડ કપ 2024માં આયર્લેન્ડ, પાકિસ્તાન અને અમેરિકા સામે 3 મેચ રમી છે. ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ટી-20 વર્લ્ડ કપ 2024માં અત્યાર સુધી ત્રણ મેચ રમ્યા બાદ ન તો કોઈ રન બનાવી શક્યો છે, ન તો કોઈ વિકેટ લઈ શક્યો છે, ન તો કોઈ કેચ લઈ શક્યો છે. ભારતીય ટીમનો આ ખેલાડી બીજું કોઈ નહીં પણ રવિન્દ્ર જાડેજા છે. રવિન્દ્ર જાડેજા T20 વર્લ્ડ કપ 2024માં અત્યાર સુધી કંઈ કરી શક્યો નથી.

રવિન્દ્ર જાડેજાને વર્તમાન T20 વર્લ્ડ કપમાં 3 મેચ દરમિયાન માત્ર એક જ મેચમાં બેટિંગ કરવાની તક મળી છે. રવિન્દ્ર જાડેજા 9 જૂને પાકિસ્તાન સામે રમાયેલી T20 વર્લ્ડ કપની મેચમાં નંબર 8 પર બેટિંગ કરવા આવ્યો હતો અને ખાતું ખોલાવ્યા વિના પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. 

રવિન્દ્ર જાડેજાને આયર્લેન્ડ અને અમેરિકા સામેની મેચમાં બેટિંગ કરવાની તક મળી ન હતી. આજ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે પણ, રવિન્દ્ર જાડેજા T20 વર્લ્ડ કપ 2024 માં એક પણ રન આઉટ અથવા એક પણ કેચ પકડવામાં સફળ રહ્યો નથી.

બુધવારે અમેરિકા (USA) સામે રમાયેલી T20 વર્લ્ડ કપની મેચમાં કેપ્ટન રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજાને એક પણ ઓવર નાખવાની તક આપી ન હતી. આ પહેલા પાકિસ્તાન સામેની મેચમાં રવિન્દ્ર જાડેજાએ 2 ઓવર નાખતા 10 રન આપ્યા હતા. આ દરમિયાન તેને એક પણ વિકેટ મળી ન હતી. આયર્લેન્ડ સામે ટી20 વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં રવિન્દ્ર જાડેજાએ 1 ઓવરમાં 7 રન આપ્યા હતા. આ મેચમાં પણ રવિન્દ્ર જાડેજા એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. ટીમ ઈન્ડિયામાં સ્પર્ધા મજબૂત છે, તેથી રવિન્દ્ર જાડેજાને ખરાબ પ્રદર્શનને કારણે આગામી મેચોમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવું પડી શકે છે.



Google NewsGoogle News