Get The App

T20 WC IND vs ENG: સેમિ ફાઇનલ ફ્રીમાં ક્યાં જોઈ શકશો, કેટલા વાગે શરૂ થશે મેચ? જાણો તમામ માહિતી

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
INDIA ENGLAND SEMI FINAL

India vs England Semi Final Live Streaming: T20 વર્લ્ડકપની સેમિ ફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય ટીમ તેની જીતના રથને આગળ ધપાવવાની કોશિશ કરશે. સામે ઇંગ્લેન્ડને તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 

અગાઉની સેમિ ફાઇનલમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો 

T20 વર્લ્ડ કપ 2022માં ઈંગ્લેન્ડે સેમિ ફાઈનલમાં ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. જોસ બટલર અને એલેક્સ હેલ્સના નેતૃત્વમાં ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરીને ભારતને કારમી હાર આપી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ઈંગ્લેન્ડે 16 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. જોકે આ વખતે ભારતીય ટીમ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે.

T20 વર્લ્ડ કપ 2024ની ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમીફાઈનલ મેચના લાઈવ ટેલિકાસ્ટ સંબંધિત તમામ માહિતી નીચે મુજબ છે....

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમીફાઈનલ મેચ ક્યારે છે?- મેચ 27 જૂન ગુરુવારે રમાશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમિફાઇનલ મેચ ક્યાં રમાશે?- ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમિફાઇનલ મેચ ક્યારે શરૂ થશે?- ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે રમાશે. ટોસ સાંજે 7.30 કલાકે થશે.

મેચ લાઇવ કઈ ટીવી ચેનલ પર જોઈ શકાશે?

સ્ટાર સ્પોર્ટ્સ પાસે T20 વર્લ્ડ કપ 2024ના પ્રસારણના અધિકારો છે. અંગ્રેજીમાં લાઈવ કોમેન્ટ્રી Star Sports 1 HD/SD પર ઉપલબ્ધ થશે. અને હિન્દી કોમેન્ટ્રી Star Sports Hindi HD/SD પર ઉપલબ્ધ થશે. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, સ્ટાર સ્પોર્ટ્સ ચેનલની બંગાળી, કન્નડ, તેલુગુ અને તમિલ સહિત અન્ય ભાષાઓમાં લાઈવ કોમેન્ટ્રી આપશે. ડીડી ફ્રી ડીશનો ઉપયોગ કરતા દર્શકો ડીડી સ્પોર્ટ્સ પર ભારતની મેચો અને સેમી ફાઈનલ અને ફાઈનલ મેચો ફ્રીમાં જોઈ શકશે.

ફોન કે લેપટોપ પર લાઈવ મેચ કઈ રીતે જોઈ શકાય?

મોબાઈલમાં મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney Plus Hotstar એપ પર જોઈ શકાશે. લેપટોપ અથવા સ્માર્ટ ટીવી પર જોવા માટે તમારે જે તે ચેનલ કે પ્લેટફોર્મનું સબ્સ્ક્રાઇબ લેવું પડશે.


Google NewsGoogle News