VIDEO : ક્રિકેટમાં ફરી આ નિયમ બન્યો વિવાદનું કારણ, રનઆઉટ છતાં અમ્પાયરે આપ્યો નોટઆઉટ

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
Shan Masood Not Out

T20 Blast 2024 Match, Shan Masood Wicket Controversy: તાજેતરમાં રમાઈ રહેલી ક્રિકેટ મેચમાં અમ્પાયરના નિર્ણયોને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થયો છે. ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી લીગ બ્લાસ્ટ ટુર્નામેન્ટમાં 20 જૂને યોર્કશાયર અને લેન્કશાયર વચ્ચેની મેચમાં પહેલી ઇનિંગમાં યોર્કશાયરના બેટર શાન મસૂદ નો-બોલમાં હીટ વિકેટ થયો હતો. બાદમાં લેન્કશાયરના ખેલાડીએ તેને રન આઉટ કર્યો હતો. તેમ છતાં અમ્પ્યારે તેને આઉટ આપ્યો ન હતો.

અમ્પાયરે કેમ નોટ આઉટ આપ્યો

યોર્કશાયરે ટોસ જીતી બેટિંગ પસંદ કરી 173 રન બનાવ્યા હતા. જેમાં શાન મસુદે 41 બોલમાં 61 રન ફટકાર્યા હતા. જો રૂટએ 33 બોલમાં 43 રન કર્યા અને મસૂદ સાથે ભાગીદારીમાં 104 રન બનાવ્યા હતાં. ઇનિંગ દરમિયાન મસૂદ 36 બોલમાં 58 રન સાથે બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે નો બોલમાં વિકેટ કીપરની પાછળથી શોટ મારવાના પ્રયાસમાં હીટ વિકેટ થઇ આઉટ થયો હતો. નોન સ્ટ્રાઈક પર ઉભેલા જો રૂટે રન લેવા દોડતાં મસૂદ પણ સામે દોડ્યો હતો. પરંતુ બોલરે તેને રન આઉટ કરી દીધો હતો. જો કે અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો હતો. 

શું છે નિયમ?

આ સમગ્ર વિવાદ ઉપર સોશિયલ મીડિયા પર એક નિયમનો હવાલો અપાઈ રહ્યો છે. નિયમ 31.7 અનુસાર, બેટ્સમેન પહેલા દોડયો ન હતો તે બોલ ડેડ થવાની રાહ જોતો હતો. જો કે હવે આ અંગે વિવાદ શરૂ થયો છે. ઘણા ચાહકો માને છે કે મસૂદ અંતે રન લેવા દોડ્યો હતો, તેથી અમ્પાયરે તેને આઉટ આપવો જોઈતો હતો.

રસપ્રદ મેચમાં યોર્કશાયરનો વિજય

લેન્કશાયરે 174 રનનો પીછો કરતાં શરૂઆતમાં જ બે વિકેટો ગુમાવી દીધી હતી. ત્યારબાદ કીટન જેનિંગ્સે 24 બોલમાં 46 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અંતે રોમાંચક મેચમાં લેન્કશાયરને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.


Google NewsGoogle News