Get The App

Syed Mushtaq Ali Trophy 2024: અભિષેક શર્માનો કહેર, રાજકોટમાં 28 બોલમાં 11 છગ્ગા સાથે સદી ફટકારી

Updated: Dec 5th, 2024


Google NewsGoogle News
Syed Mushtaq Ali Trophy 2024: અભિષેક શર્માનો કહેર, રાજકોટમાં 28 બોલમાં 11 છગ્ગા સાથે સદી ફટકારી 1 - image


Abhishek Sharma Syed Mushtaq Ali Trophy 2024: સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં પંજાબની ટીમના કેપ્ટન અને ગત IPL સિઝનના સ્ટાર બેટર અભિષેક શર્માએ T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાના ઉર્વિલ પટેલના રેકોર્ડની બરાબરી કરી છે. ઉર્વિલે તાજેતરમાં આ જ ટુર્નામેન્ટમાં 28 બોલમાં સદી ફટકારી હતી. હવે અભિષેક શર્માએ પણ 7 ચોગ્ગા અને 11 છગ્ગા સાથે સદી ફટકારી છે. પંજાબ તરફથી રમતા અભિષેકે માત્ર 28 બોલમાં સદી ફટકારી છે. તેણે રાજકોટમાં મેઘાલય સામે 11 છગ્ગા ફટકાર્યા હતા. અભિષેકની આ ઈનિંગના આધારે પંજાબે મેઘાલયને 7 વિકેટે હરાવ્યું છે. હવે અભિષેકે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવી લીધો છે. 

મેઘાલયે પ્રથમ બેટિંગ કરતા 142 બનાવ્યા હતા. આ દરમિયાન અર્પિત 32 રનની ઈનિંગ રમ્યો હતો. કેપ્ટન આકાશ ચૌધરી માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ દરમિયાન પંજાબ તરફથી બોલિંગ કરતા રમનદીપ સિંહે 2 વિકેટ ખેરવી હતી. કેપ્ટન અભિષેક શર્માએ પણ 2 વિકેટ ઝડપી હતી. તેણે ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી હતી. વિકેટ લીધા બાદ અભિષેકે બેટિંગમાં પણ કમાલનું પ્રદર્શન કરીને સદી ફટકારી હતી.

અભિષેકની સદીના દમ પર પંજાબે જીત નોંધાવી

મેઘાલય દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમે 9.3 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ઓપનર હરનૂર સિંહ માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. સલિલ અરોરા 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. શોહરાબ ધાલીવાલ 22 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ અભિષેકે મોર્ચો સંભાળી રાખ્યો અને 28 બોલમાં અણનમ 106 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 11 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. આ રીતે પંજાબે આ મેચ 7 વિકેટે જીત હાંસલ કરી લીધી હતી.

અભિષેકે સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો

અભિષેક T20માં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે માત્ર 28 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.  હવે અભિષેક શર્માએ T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાના ઉર્વિલ પટેલના રેકોર્ડની બરાબરી કરી છે. ઉર્વિલે તાજેતરમાં આ જ ટુર્નામેન્ટમાં 28 બોલમાં સદી ફટકારી હતી.  ઉર્વિલ અને અભિષેક સંયુક્ત રીતે નંબર 1 પર છે. ઉર્વિલ ગુજરાત માટે રમે છે. તેણે ત્રિપુરા સામે રેકોર્ડ બ્રેક સદી ફટકારી હતી.


Google NewsGoogle News