World Cup 2023 : નેધરલેન્ડના બેટ્સમેનોએ મળીને શ્રીલંકા સામે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, કપિલ દેવ-સૈયદ કિરમાનીને પાછળ છોડ્યા

નેધરલેન્ડ્સે શ્રીલંકા સામે પ્રથમ બેટિંગ કરતા 262 રન બનાવ્યા હતા

સાયબ્રાન્ડ એન્ગલબ્રેક્ટે 70 રન જયારે લોગન વાન બીકે 59 રન બનાવ્યા હતા

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
World Cup 2023 : નેધરલેન્ડના બેટ્સમેનોએ મળીને શ્રીલંકા સામે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, કપિલ દેવ-સૈયદ કિરમાનીને પાછળ છોડ્યા 1 - image
Image:IANS

World Cup 2023 SL vs NED : શ્રીલંકા અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાઈ રહેલી ODI World Cup 2023ની 19મી મેચમાં નેધરલેન્ડ્સના બેટ્સમેન સાયબ્રાન્ડ એન્ગલબ્રેક્ટ અને લોગન વાન બીકે સાથે મળીને ઈતિહાસ રચી દીધો છે. નેધરલેન્ડ્સના આ બંને બેટ્સમેનોએ સાથે મળીને 7મી વિકેટ માટે 130 રનની ભાગીદારી કરી હતી. આવું કરીને આ બંને ખેલાડીઓએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

બંને ખેલાડીઓએ 45 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

સાયબ્રાન્ડ એન્ગલબ્રેક્ટ અને લોગન વાન બીકે ODI World Cupના ઈતિહાસમાં સાતમી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો છે. આવું કરીને આ બંને ખેલાડીઓએ 45 વર્ષ જૂનો કપિલ દેવ અને સૈયદ કિરમાનીનો રેકોર્ડ તોડી દીધો છે. કપિલ દેવ અને સૈયદ કિરમાનીએ ODI World Cup 1983માં સાતમી વિકેટ માટે 126 રનની ભાગેદારી કરી હતી. નેધરલેન્ડ્સે પ્રથમ બેટિંગ કરતા 262 રન બનાવ્યા હતા. સાયબ્રાન્ડ એન્ગલબ્રેક્ટે 70 રન જયારે લોગન વાન બીકે 59 રન બનાવ્યા હતા.

ODI World Cupમાં 7મી વિકેટ અથવા તેનાથી ઓછી વિકેટ માટે કરવામાં આવેલી સૌથી મોટી ભાગીદારી

130 - સાયબ્રાન્ડ એન્ગલબ્રેક્ટ, લોગાન વેન બીક (NED) vs SL, લખનઉ, 2023

126* - કપિલ દેવ, સૈયદ કિરમાની (IND) vs ZIM, ટનબ્રિજ વેલ્સ, 1983

117 - ઇયાન બુચરટ, ડેવ હ્યુટન (ZIM) vs NZ, હૈદરાબાદ, 1987

116 - એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા (IND) vs NZ, માન્ચેસ્ટર, 2019

World Cup 2023 : નેધરલેન્ડના બેટ્સમેનોએ મળીને શ્રીલંકા સામે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, કપિલ દેવ-સૈયદ કિરમાનીને પાછળ છોડ્યા 2 - image


Google NewsGoogle News